Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાત30 ઓકટોબર સુધીમાં બદલીઓ કરી લેવા ચૂંટણી પંચની સૂચના

30 ઓકટોબર સુધીમાં બદલીઓ કરી લેવા ચૂંટણી પંચની સૂચના

- Advertisement -

ભારતના ચૂંટણી પંચ હેઠળ આવતા ગુજરાતના ચીફ ઇલેક્ટ્રોરલ ઓફિસર તરફથી રાજ્ય સરકારને જણાવવામાં આવ્યું છે કે 30મી ઓક્ટોબર પહેલાં કરવાપાત્ર થતી બદલીઓ કરવામાં આવે. ચૂંટણી પંચની સૂચના પ્રમાણે જે અધિકારીઓ ત્રણ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવે છે તેમની બદલી કરવાની થાય છે. આ માટે ભારતના ચૂંટણી પંચની સૂચના છે કે 30મી ઓક્ટોબર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.

- Advertisement -

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિબાગ હેઠળ આવતા નગર આયોજન અને મૂલ્યાંકન ખાતામાં ફરજ બજાવતા પ્રવર નગર નિયોજક વર્ગ-1 અને નગર નિયોજક વર્ગ-1ના ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલી અનુસાર પ્રવર નગર નિયોજક ડીએસ પાઠક કે જેઓ ગાંધીનગર નગર રચના યોજનામાં હતા તેમને રાજકોટ નગર રચના યોજનામાં મૂકવામાં આવ્યા છે.

ટીટી દેવાસિયા કે જેઓ અમદાવાદ નગર રચના યોજના એકમ-2માં ફરજ બજાવતા હતા તેમને ભાનગર નગર રચના યોજનામાં, એસએ દવે કે જેઓ નગર નિયોજક-2, અમદાવાદ નગર રચના યોજના એકમ-3માં ફરજ બજાવતા હતા તેમને અમરેલી શાખા કચેરીમાં મૂકવામાં આવ્યા છે.

- Advertisement -

જ્યારે કેઆર સુમરા કે જેઓ હાલ અમરેલી શાખા કચેરીમાં ફરજ બજાવતા હતા તેમને નગર નિયોજક-2, અમદાવાદ નગર રચના યોજના એકમ-3માં મૂકવામાં આવ્યા છે.રાજય સરકારે શહેરી વિકાસ વિભાગના 4 નગર નિયોજકની કરી બદલી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular