Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઅતરંગી લાખોટા : ફોટોગ્રાફી પ્રદર્શન

અતરંગી લાખોટા : ફોટોગ્રાફી પ્રદર્શન

- Advertisement -

જામનગરનું નઝરાણું એટલે આપણુ લાખોટા તળવા આ તળાવની પાળે જ્યારે પણ જઇએ છીએ ત્યારે વિધવિધ રંગોથીસભર આકાશ, પંખીઓના કલરવ અને પક્ષીઓને પાણીમાં પ્રતિબિંબત થતાં જોઇએને કે પછી કલરવ સાંભળતા સાંભળતા અને પવનની લ્હેરખી માણતા સૌ કોઇને ત્યાં જ રોકાઇ જવાનું મન થતું હોય છે. આવી જ કોઇ યાદોને કે, આ અનેરા રંગોને કોઇ તસવીરકાર જ્યારે ઝિલે ત્યારે તેમની આગવી કલાદ્રષ્ટિએ આવા દ્રશ્યો માણવા એ એક લ્હાવો બનતો હોય છે. તેથી જ એનડીસી પરિવારના સંકલનથી તેમજ હાલાર ટ્રસ્ટના સપોર્ટથી અને પુરાતત્વ સંગ્રહાલયના સહયોગથી તા. 11,12 અને 13 સપ્ટેમ્બરના રોજ અતરંગી લાખોટા નામે ફોટોગ્રાફસનું એક સુંદર પ્રદર્શન જામનગરના યુવા ફોટોગ્રાફર દિકુંજ વાઘેલાની તસવીરોનું રાખવામાં આવ્યું છે. પ્રદર્શન એન્ટ્રન્સ લોન્જ, પુરાતત્વીય સંગ્રહાલય ટિકિટ બારી પાસે, ગેટ નં. પાંચ પાસે, લાખોટા તળાવ, જામનગર ખાતે સમય સવારે 10 થી સાંજે 8 સુધી રહેશે.

- Advertisement -

જામનગરના જ આર્ટિસ્ટ દિકુંજ વાઘેલાના અનેક ફોટાઓ નિકોન, નેશનલ જ્યોગ્રાફીક સોશિયલ હેન્ડલ પર ખ્યાતિ પામ્યા છે. તેઓ ગુગલમેપમાં ટોપ ફોટોગ્રાફર તરીકે રહીને એક કરોડથી વધારે વ્યૂઝ માટે સ્થાન પામ્યા છે. માતબર મેગેઝિનમાં પણ ફોટો સ્ટોરી કરેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular