ધ્રોલ નજીક બાવની નદીના પુલ પરથી પસાર થતાં શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની દારૂની ત્રણ બોટલો મળી આવતાં પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, ધ્રોલ નજીક બાવની નદીના પુલ પરથી પસાર થતા વિનોદ રાઘવજી કાલાવડિયા નામના શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશદારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે વિનોદ પટેલની ધરપકડ કરી દારૂનો જથ્થો કોની પાસેથી ખરીદ્યો ? તે અંગેની પૂછપરછ હાથ ધરી હતી.