જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા આજરોજ હાપામાં આવેલ મોતિયુવાલા ટ્રેડર્સમાંથી એકસપાયરી ડેટવાળા એનર્જી ડ્રિંક તથા પાણીની બોટલનો જથ્થો ઝડપી લઇ તેનો નાશ કરવામાં આવ્યો હતો.
જામનગરના હાપામાં આવેલ મોતિયુવાલા ટ્રેડર્સમાં એકસપાયરી ડેટવાળા એનર્જી ડ્રિંક અને પાણીની બોટલોનો માલ વેચાઇ રહ્યો હોવાની બાતમીના આધારે ફુડ શાખા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં અંદાજિત રૂપિયા 95,000ની કિંંમતના એનર્જી ડ્રિંકના 447 બોકસ જેમાં કુલ 11,424 કપ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટાટા કોપર વોટરની બે લીટરવાળી પાણીની 360 બોટલના 70 બોકસ જપ્ત કરવામાં આવ્યા હતા. એકસપાયરી ડેટવાળો માલ જપ્ત કરી ફુડ શાખા દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો. એનર્જી ડ્રિંક અને વોટર એકસપાયરી ડેટવાળો માલ લોકોને ધાબડી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી એજન્સીને ઝડપી મહાનગરપાલિકા દ્વારા તમામ માલને નાશ કરવામાં આવ્યો હતો. ફુડ શાખાના ડીબી પરમાર, એનપી જાસોલિયા, પીએસ ઓડેદરા સહિતના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.