Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બેડી નજીક માછીમારી કરતાં યુવાનનું ડૂબી જવાથી મોત

જામનગરના બેડી નજીક માછીમારી કરતાં યુવાનનું ડૂબી જવાથી મોત

માછીમારી સમયે ડૂબતા યુવાનને બે મિત્રો દ્વારા બચાવવાનો પ્રયાસ : કમનસીબે યુવાનનું ડૂબી જતાં મોત : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી

- Advertisement -

જામનગરના બેડીમાં રોઝી બંદર નજીક આવેલી દરિયાઈ ખાડીમાં માછીમારી કરવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જતાં તેની સાથે રહેલા અન્ય બે યુવાનો એ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યુવાનની જિંદગી બચાવવામાં સફળ રહ્યા ન હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં રહેતો કેશુભાઈ બચુભાઈ સોલંકી નામનો 45 વર્ષનો યુવાન તેની સાથે જ કામ કરતાં રાજેશ લખમણ કોળી અને વિક્રમભાઇ કોળી સાથે રોજી બંદરે બિલ્ડિંગ મટીરીયલ કામકાજના સ્થળે મજૂરી કામે ગયો હતો. જયાં ત્રણેય યુવાનોએ મજૂરી કામ બાદ રોજીબંદરની નજીકમાં દરિયાઈ ખાડીની ચેનલમાં માછીમારી કરવા માટે રોકાયા હતાં. જેમાં કેશુભાઈ સોલંકી નામનો યુવાન દરિયાઈ ખાડીમાં એકાએક ડૂબવા લાગ્યો હતો. જેને તરતાં ન આવડતું હોવાથી દરિયામાં પાણીમાં ઘરકાવ થઈ જતાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. બનાવ સમયે બે મિત્રો રાજેશ કોળી અને વિક્રમ કોળી કે જે બન્ને કિનારે જ માછીમારી કરતા હોવાથી તેઓનો બચાવ થયો હતો અને બન્નેએ પોતાના મિત્ર કેશુભાઇને બચાવવા માટેના પ્રયત્નો કર્યા હતાં. પરંતુ તે બહાર કાઢે તે પહેલાં જ કેશુભાઈને વધારે પડતું પાણી પી લેતા બેશુદ્ધ બન્યો હતો. 108 ની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી અને સારવાર શરૂ કરતાં તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.કે. ગઢવી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular