ગુજરાત રાજ્યમાં ગૌ-માતામાં લમ્પિ વાયરસનો રોગ વકર્યો છે. લમ્પિ વાયરસને કારણે હજારો ગૌ-માતાના મૃત્યુ થયા છે. આ મૃતક ગૌ-માતાના સબના નિકાલ માટે સરકાર દ્વારા કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી.
મૃતક ગૌ-માતાના સબના નિકાલ માટે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર આ બાબતે સદ્ંતર નિષ્ફળ નિવડેલ છે. તે જ રીતે ભાણવડ વિસ્તારમાં લમ્પિ વાયરસથી મૃત્યુ પામેલ હજારો ગૌ-માતાના સબના નિકાલ માટે કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આવી અવ્યવસ્થાના લીધે ભાણવડ નજીક હજારો ગૌ-માતાના મૃતદેહોના ખડકલા થયા છે.
મૃતદેકમાંથી આવતી ર્દુગંધ ભાણવડ શહેર સુધી પહોંચી ગયું છે. ભાણવડની પ્રજાને આ ગંદકી તથા ર્દુગંધમાંથી મુક્ત કરાવવા માટે ભાણવડ કોંગ્રેસ દ્વારા તંત્રને આંદોલનની ચિમકી આપેલ તથા ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા કલેકટરને ટેલિફોનિક વાત કરી હતી. ધારાસભ્ય માડમની વાતનો પડઘો પડતા તંત્ર તાત્કાલિક હરકત આવી ગયું હતું. તેમ ધારાસભ્ય વિક્રમ માડમની યાદીમાં જણાવાયું છે.કોંગ્રેસ-ધારાસભ્ય વિક્રમ માડમે આંદોલનની ચિમકી આપી હતી