Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરફલ્લામાં અગ્નિવિરો માટે ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કરાવતા રિવાબા જાડેજા

ફલ્લામાં અગ્નિવિરો માટે ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કરાવતા રિવાબા જાડેજા

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા ગામે અગ્નિવિરો માટે ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ થતાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ અને માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રિવાબા જાડેજાના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સ્પોર્ટસ મેદાન તથા કોચનો તમામ ખર્ચ રિવાબા તરફથી મળ્યો છે. રિવાબાએ ઉપસ્થિત યુવાનોને ફિઝિકલ ટ્રેનિંગની જરૂરત પર ભાર મૂકયો હતો.

- Advertisement -

યુવાનોમાં તંદુરસ્તી સારી હશે તો દેશ માટે ગમે ત્યારે ઉપસ્થિત રહેશે. આજે રિવાબાનો જન્મદિવસ હોય, અહીં કેક કાપીને જન્મદિનની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે સરપંચ લલીતાબેન ધમસાણિયા, જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશ ધમસાણિયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ દલસાણિયા, જેન્તીભાઇ ધમસાણિયા, ભવાનસિંહ સોઢા, જયેશ અઘેરા સહિતના ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લાના 6 ગામોમાં રિવાબાના સહયોગથી સ્પોર્ટસ ગ્રાઉન્ડ

- Advertisement -

યુવાનો શારીરિક રીતે મજબૂત બને અને સારી રીતે રમત-ગમતની સુવિધા મળે તે હેતુથી જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજાએ છ ગામોમાં રમત-ગમતના ગ્રાઉન્ડ બન્યા છે. ફલ્લા વિસ્તારના અખબારી પ્રતિનિધિ મુકેશ વરિયા સાથે વાતચીત કરતા રિવાબાએ જણાવ્યું હતું કે, ફલ્લા બાડા, નારણપર જેવા છ ગામોમાં રમતના મેદાનો તૈયાર કરાવ્યા છે. આ 6 ગામોમાં કોચની પણ નિમણૂંક કરી છે. આ છ ગામોની નજીકના મળીને કુલ 50 જેટલા ગામોના યુવાનોને આ રમત-ગમતના મેદાનનો લાભ મળશે. આ મેદાન તૈયાર કરવાનો તથા તેમના કોચની ફીનો તમામ ખર્ચ રિવાબા જાડેજા ઉઠાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular