જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મુર્તિપૂજક તપગચ્છ ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારમાં રહેતા જૈનોમાંથી ઇતિહાસમાં પ્રથમ વખત પ.પૂ. આચાર્ય ભગવંત જિનેશ્વરરત્નસુરીશ્વરજી મ.સા., પં. પ્રવર સ્મિતપ્રજ્ઞ મ.સા. અને શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ દ્વારા આ વિસ્તારમાં રહેતા મહાસુખભાઇ કોરડીયાના પુત્ર રાકેશભાઇ તથા રિધ્ધિબેનના બાળમુમુક્ષ (પુત્ર) ચિ. મોક્ષ (ઉ.વ.10) આ સંઘના ઉપકારી પ.પૂ. પન્યાસ પ્રવર વ્રજસેનવિજયજી મહારાજાની કૃપાથી પ.પૂ. આચાર્યદેવ હેમપ્રભસુરિજી મ.સા.ની નિશ્રામાં સંયમના માર્ગે (દિક્ષા ગ્રહણ) તા. 3-5-2023ને બુધવારે જવાના છે. ત્યારે આજે સવારે આરાધના ભવનમાં આ સંઘના જૈન ભાઇઓ-બહેનો-બાળકો દ્વારા ‘સંયમ મુહુર્તના વધામણા’ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.
સંયમ મુહુર્તના વધામણાની ઉજવણી
સમાચાર ની સંપૂર્ણ વિગત માટે https://t.co/rDZ3Sg2JhD વિઝીટ કરો pic.twitter.com/eZDrOTKRh1
— Khabar Gujarat (@khabargujarat) September 7, 2022