જામનગરમાં વિવિધ ક્ષેત્રોમાં સતત સેવાક્યિ પ્રવૃતિઓમાં અગ્રેસર એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે લાલ પિરવાર દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નના સુચારૂ આયોજનને પાર પાડવા જામનગર શહેરની વિવિધ જ્ઞાતિઓના પ્રમુખ સહિતના હોદેદારો સાથે ચર્ચા કરવા, સૂચનો જાણવા અર્થે મીટીંગનું આયોજન આણદાબાવા સત્સંગ હોલમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદ મહારાજની અધ્યક્ષ્ાતામાં કરવામાં આવ્યું હતું.
પૂ.દેવપ્રસાદ બાપુએ લાલ પિરવાર દ્વારા અનેક કાર્યો કરવામાં આવે છે, પરંતુ ખરેખર આશિર્વાદ લેવા હોય તો સમુહલગ્નનું આયોજન કરો તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વિશ્ર્વ મહિલા દિવસે મહાપ્રભુજીની બેઠકમાં પ.પૂ.વલ્લભરાય મહોદયની અધ્યક્ષ્ાતામાં ફુલધરના બહેનોના સન્માન સમારોહ કાર્યક્રમમાં લાલ પિરવારના મોભી અશોકભાઈ લાલે ર00 દિકરીઓના સમૂહ લગ્નનો સંકલ્પ જાહેર ર્ક્યો હતો. આ ઉપરાંત પોતાના મંજુલાબેન હિરદાસ લાલની ઉમરના વર્ષ પ્રમાણેની સંખ્યામાં દર વરસે સમૂહ લગ્ન કરવાનો નિર્ધાર વ્યક્ત ર્ક્યો અને તેના પિરપાક સ્વરૂપે પ્રથમ સમૂહ લગ્નમાં ર00ના લક્ષ્યાંકને જાહેર ર્ક્યો હતો.
આ મીટીંગના પ્રારંભે ટ્રસ્ટી જીતુભાઈ લાલે સ્વાગત પ્રર્વચન સાથે સમૂહ લગ્નના આયોજન અંગેની રૂપરેખા રજુ કરી હતી. આ બેઠકમાં જીતુભાઈ લાલે જણાવ્યું કે ટ્રસ્ટના કાર્યાલયેથી ર17 ફોર્મ લઈ ગયા હતાં જેમાંથી 1ર1 જેટલા ફોર્મ પરત આવ્યા અને બાકીના રહેતા ફોર્મ મેળવનારે અલગ અલગ કારણોસર તથા પરસ્પર દિકરા-દિકરી સમુહ લગ્નમાં જોડાવા માંગતા ન હોય જેથી ફોર્મ પરત કર્યા નથી. જે ફોર્મ પરત આવેલ તેની ચકાસણી કરવામાં આવ્તા હવે 101 દીકરીઓના ફોર્મ માન્યા રહયા છે. આ 101 દીકરીઓના સમૂહ લગ્ન કરવા આગામી તા.પ ઓકટોબરના વિજયા દશમીના પાવન પર્વના દિવસે ઓશવાળ સેન્ટરમાં કરવામાં આવશે. આ દિકરીઓના કરીયાવરમાં 63 જેટલી જીવન જરૂરી ચીજવસ્તુઓ, કપડાં વિગેરેની ભેટ આપવામાં આવશે. તેમજ વિશેષ ભેટ રૂપે દિકરીના સાસુને સાડી, સસરાને સાલ તેમજ લુણગૌરીને ગીફટ આપવામાં આવશે. આ અવસરે તા. 5 ઓકટોબરના સવારે 7 વાગ્યે જાનના સામૈયા થશે, સવારે 11 વાગ્યે હસ્તમેળાપ થશે અને ત્યારપછી સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મીટીંગમાં અધ્યક્ષ્ાસ્થાનેથી પૂ. દેવપ્રસાદ મહારાજે જણાવ્યું હતું કે, આણદાબાવા સેવા સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી 199ર થી અત્યારસુધીમાં રપર9 દિકરીઓના લગ્ન સમૂહલગ્નના માધ્યમથી કરવામાં આવ્યા છે. પૂ.બાપુએ ખૂબ જ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, આટલા લગ્નમાં અત્યાર સુધીમાં એકપણ દિકરી માવતરે પાછી નથી આવી. તમામ સુખી જીવન જીવે છે.
તેમણે જણાવ્યું કે ક્ધયાદાન જેવું કોઈ મોટું પુણ્ય કાર્ય નથી. લાલ પિરવારનું આ સેવા કાર્ય જામનગર શહેર/જીલ્લામાં સમાજના અનેક સમસ્યાઓના સમાધાનરૂપ બની રહેશે. સમૂહ લગ્નનું આયોજન ગરીબ પિરવાર માટે આર્શિવાદરૂપ બની રહેશે. ધર્મસ્થાનોમાં જવાથી રાહત અવશ્ય મળે છે પણ આર્શિવાદ તો કોઈના માટે કરેલા સતકાર્યોના કારણે તેમના દિલમાંથી ઉદભવતી દુઆથી જ મળે છે. સમૂહ લગ્નમાં સહભાગી થનાર ગરીબ પિરવારને તેની આવક પોતાના સંતાનો અને ખાસ કરીને દિકરીને ભણાવવા માટે ઉપયોગ કરે તેવો અનુરોધ તેઓએ ર્ક્યો હતો.
આ તકે લાલ પિરવારના મોભી અને મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલે મહત્વપૂર્ણ વિચાર જાહેર કરતાં કહયું હતું કે, સત્કાર્યો આપણા વડીલોના આર્શીવાદ હોય તો જ કરી શકીએ છીએ. તેમજ પૂ.દેવપ્રસાદ બાપુના સુચનને આર્શિવાદ સાથે માથે ચડાવીને સમૂહ લગ્નમાં જોડનાર દિકરીને ત્યાં પહેલું સંતાન દિકરી આવે તેને રૂા.પાંચ હજાર આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે ઉપસ્થિત વિવિધ જ્ઞાતિના હોદેદારોને આયોજનમાં સહકાર આપવા અનુરોધ ર્ક્યો હતો.
વધુમાં તેઓએ જ્ઞાતિના આગેવાનોને જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં વધુને વધુ પિરવારો તેમના દિકરા-દિકરી પરણાવે તે માટે પ્રોત્સાહનરૂપે જે દિકરા-દિકરી સમૂહ લગ્નમાં જોડાયા હોય તેમનું દરેક જ્ઞાતિમાં કાર્યક્રમ યોજી સન્માન કરવું જોઈએ જેથી અન્ય પિરવારોને પણ પ્રેરણા મળશે, દેખાદેખીને કોરાણે મુકીને કરક્સરપૂર્વક પ્રસંગો યોજાય તે આજના સમયની માંગ છે. સમૂહ લગ્નમાં જોડાનાર દંપતિના લગ્ન જીવન સુખરૂપ બની રહે તેવા શુભ હેતુસર સમૂહલગ્ન યોજવાનું પ્રયોજન છે.
આ મીટીંગમાં સર્વ જ્ઞાતિના પ્રમુખ તથા હોદેદારોએ એક અવાજે સમગ્ર આયોજનમાં સાથ અને સહકાર પુરો પાડવાની ખાતરી આપી તે બદલ લાલ પિરવારના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ અને મિતેષભાઈ લાલે સર્વેનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. મીટીંગના અંતે મીતેષભાઈ લાલે બધાનો આભાર વ્યક્ત ર્ક્યો હતો. અને હજુ આવતા દિવસોમાં આયોજનને આખરી ઓપ આપવા માટે મીટીંગ યોજવાની જાણ સૌને કરી હતી.