Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : વેતન સહિતના પડતર પ્રશ્નોને લઇ આશાવર્કર બહેનોની હડતાળ

Video : વેતન સહિતના પડતર પ્રશ્નોને લઇ આશાવર્કર બહેનોની હડતાળ

- Advertisement -

આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ મુદ્દે સન્માનજનક વેતન ન મળવાથી કામગીરીથી અળગા રહી આશા વર્કર બહેનો અચોકકસ મુદ્તની હડતાળ ઉપર ઉતર્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -

ગુજરાત આરોગ્ય વિભાગમાં પાયાની કામગીરી કરનારા આશા વર્કર બહેનોનું ઇન્સેન્ટીવ પ્રથા જેવી શોષણ ભરી પ્રથાથી શોષણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 2000 જેવો મામુલી પગાર વધારો જાહેર કરાયો છે. જેને લઇ આશા વર્કર બહેનોમાં દોષની લાગણી છવાય છે અને ગત તા.30-8-2022ની વેતનની જાહેરાતમાં રૂા.5000 અંગે પુન: વિચારણા કરવા માંગણી કરાઇ છે. આ ઉપરાંત આશા વર્ક બહેનોને ઇન્સેન્ટીવ પ્રથા જેવી શોષણ ભરી પ્રથામાંથી આઝાદી અપાવી ફિકસ વેતન કે લઘુતમ વેતન ચુકવવા, વર્ગ-4નું કાયમી મહેકમ ઉભું કરી આશા વર્કર બહેનોનો સમાવેશ કરવા, આશા વર્કર બહેનોના કામગીરીનો સમય ગાળો નકકી કરવા આશા વર્કર બહેનોને 180 દિવસની મેટરનિટી લીવ આપવા સહિતના પડતર પ્રશ્ર્નોને લઇ કલેકટરને આવેદન પત્ર પાઠવી અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular