પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરમાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં જ્વાલાકાસ્ટ નામની બ્રાસની ભઠ્ઠી ધરાવતા શૈલેષભાઈ ધનજીભાઈ પીપરિયા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગઈકાલે તેમના કારખાનામાંથી કોઇ તસ્કરો રૂા.57240 ની કિંમતનો 120 કિલો બ્રાસના સામાનના બાચકા ચોરી ગયા હતાં. તસ્કરો કારખાનાની છતનું પતરુ તોડીને અંદર પ્રવેશ્યા હતાં. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં જામનગર નજીક આવેલ સીક્કા પાટીયા પાસે પાર્ક કરવામાં આવેલા ટ્રક નં.જીજે-10-ટીએકસ-8483 માંથી ગત રાત્રિ દરમિયાન કોઇ તસ્કરો ટ્રકના ટાયરનો આખેઆખો જોટો વ્હીલ પ્લેટ સહિત કાઢીને ચોરી ગયા હતાં. આ અંગે ટ્રક ડ્રાઈવર ધિરજલાલ કાંતિલાલ ચૌહાણે કુલ રૂા.60,500 ની કિંમતની ચોરી થયાનું પોલીસમાં નોંધાવ્યું છે. તસ્કરો ટાયર બદલવા માટેનો જેક પણ ચોરી ગયા હતાં. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.