Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબાઈક સ્લીપ થતાં ઘવાયેલા યુવાનનું સારવાર બાદ મોત

બાઈક સ્લીપ થતાં ઘવાયેલા યુવાનનું સારવાર બાદ મોત

બે સપ્તાહ પહેલાં ડી.કે.વી. સર્કલ પાસે સર્જાયો હતો અકસ્માત

જામનગર શહેરમાં ડી.કે.વી. સર્કલ પાસે બે સપ્તાહ પહેલાં એક મોટરસાઈકલ સ્લીપ થતાં સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા બ્રાહ્મણ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

- Advertisement -

જામનગરમાં રામેશ્ર્વરનગર નવજીવન સોસાયટી શેરી નં.2 માં રહેતાં વિશાલભાઈ ભરતભાઈ પંડયા (ઉ.વ.38) નામનો યુવાન ગત તા.17 ઓગસ્ટના રોજ પોતાના મોટરસાઈકલ પર પોતાની પત્ની સાથે જઈ રહ્યાં હતાં ત્યારે ડી.કે.વી. સર્કલ પાસે અચાનક નાનું બાળક આડું ઉતરતા મોટરસાઈકલ સ્લીપ થઈ ગઈ હતી. પરિણામે ફંગોળાઈ ગયેલ વિશાલભાઈને ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બે સપ્તાહની સારવાર બાદ તેમને શ્ર્વાસની તકલીફ થવા લાગતા ગઈકાલે રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular