ચેક આપીને છેતરપિંડી તેમજ વિશ્ર્વાસઘાત કરવાના વધતા જતાં કેસમાં અદાલતે સખ્ત વલણ અખત્યાર કરી વધુ એક આરોપીને એક વર્ષની જેલ સજા અને બે લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, જામનગર ખાતે વસવાટ કરતા નિકુંજગીરી જીતેન્દ્રગીરી ગોસાઈના સસરા સાથે આરોપી શૈલેષકુમાર મનસુખભાઈ દલસાણીયા એસ.એમ.પટેલને મિત્રતા હોય જેથી ફરીયાદી નિકુંજ સાથે પણ પરીચય અને મિત્રતાનો સંબંધ થયેલ, આરોપીએ મિત્રતાના નાતે પોતાને ર લાખની અંગત જરૂરીયાત હોવાથી સંબંધના નાતે ફરીયાદીએ 2 લાખ પુરા હાથ ઉછીના આપેલા, આ રકમની પરત ચુકવણી માટે આરોપીએ તેમની બેંક કોટક મહીન્દ્રા બેંકનો 2 લાખ પુરાનો ચેક ફરીયાદીને કાયદેસરની લેણી રકમ ચુકવણી કરવા માટે આપેલો, ત્યારબાદ મુદત તારીખે આ ચેક બેંકમાં જમાં કરાવતા ફરીયાદીને આશ્ર્ચર્ય થયેલ અને આ ચેક ચેકના પેમેન્ટ રોકાવવાના કારણે પરત ફરેલ, જેથી આરોપી સાથે ફરીયાદીએ સંપર્ક પણ કરેલ પરંતુ આરોપીએ કોઈ જ યોગ્ય જવાબ ન આપેલ ત્યારબાદ ફરીયાદીએ આરોપીને લીગલ નોટીસ મોકલેલ તેનો પણ આરોપીએ કોઈ યોગ્ય જવાબ આપેલ નહી જેથી ફરીયાદીએ અદાલત સમક્ષ તેમના સાથે આરોપીએ આ રીતે ચેક આપી અને ત્યારબાદ ચેકનું પેમેન્ટ રોકાવી દીધેલ હોય જેથી ધી-નેગોશ્યેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ તળે ફરીયાદ દાખલ કરેલ જેમાં આરોપીને સમન્સ બજવણી થઈ ગયેલ અને કેશ ચાલી ગયેલ ત્યારબાદ કેશ દલીલ ઉપર આવતા ફરીયાદી તરફે રજુઆતો થયેલ કે, સંપુર્ણ વ્યવહાર ધ્યાને લેવામાં આવે તો આરોપી તરફે આ રકમ તેમને મેળવેલ નથી તેવો કોઈ જ બચાવ અદાલત સમક્ષ મુકવામાં આવેલ નથી વધુમાં આ પ્રકારે જો હાથ ઉછીના પૈસા મેળવી અને જો ચેકના પેમેન્ટ રોકાવી નાખવામાં આવે તો જયારે હાલ ડીઝીટલ ઈન્ડીયાની ઈકોનોમી પુરી રીતે કેશ લેશ થવા જઈ રહી છે તો આ પ્રકારે જો ટેકનીક કરી અને આરોપીઓ છટક બારી કરશે તો ડીઝીટલ ઈન્ડીયાના જે કેશ લેશ ટ્રાન્ઝેકશન હોય તેની કોઈ જ સમાજમાં વેલ્યુ રહેશે નહી અને નેગોશ્યેબલ ઈન્સ્ટ્રમેન્ટ એકટના કાયદાની જોગવાઈઓ ધ્યાને લેવામાં આવે તો માત્ર ચેક આરોપીનો ફરીયાદી પાસે હોવાનું અદાલતમાં આવેલ હોય તેટલા માત્ર કારણથી જ તમામ બોજો આરોપી ઉપર જાય છે તેવા કિસ્સામાં આ સમગ્ર કેશ ચાલી ગયેલ છે તેમાં આ ચેક ખોટી રોતે ફરોયાદીના હસ્તે આવેલ હોય તેવો કોઈ જ પુરાવો અદાલતના રેકર્ડમાં આવેલ નથી ત્યારે ફરીયાદીએ તેનો કેશ નિ:શંક પણે સાબીત કર્યો હોય તેવું રેકર્ડ અદાલત સમક્ષ આવેલ હોય જેથી આરોપીને આકરી સજા થવી જરૂરી છે જે તમામ હકિક્તો ધ્યાને લઈ અને અદાલતે આરોપીને 12 માસની સજા અને ફરીયાદીને ર લાખ વળતર તરોકે ચુકવવાનો આદેશ ફરમાવેલ આ કેશમાં ફરીયાદી નિકુંજગીરી ગોસાઈ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત નાખવા તથા નિતેશ મુછડીયા રોકાયેલા હતા.