બે વર્ષ કોરોના મહામારી બાદ ભારતીય અર્થવ્યવસ્થા પાટા પર પાછી ફરી રહી છે. 2022-23ના પહેલા કવાર્ટરમાં 13.5 ટકા જીડીપી આવ્યા છે સાથે જ વિધ્નહર્તા – સુખકર્તા ભગવાની ગણેશને સમર્પિત ગણેશોત્સવ સાથે જ દિવાળી સુધી ચાલનારા તહેવારોની સીઝન પણ ગઇકાલથી ધમાકા સાથે શરૂ થઇ છે.
ભગવાન ગણેશને સમર્પિત ગણેશોત્સવ સાથે શરૂ થઈ. ભગવાન ગણેશને આવકારવા માટે બજારોમાં ખરીદદારોનો ધસારો તહેવારોની લાંબી સીઝન માટે સારો સંકેત છે. રોટી-કપડા-મકાન, જ્વેલરી, કાર-બાઈક, ઈલેક્ટ્રોનિક સામાન સહિત ઘર વપરાશ સાથે સંબંધિત ઉત્પાદનોનું વેચાણ અગાઉના રેકોર્ડ તોડશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે
કોરોના પ્રતિબંધોને કારણે બે વર્ષથી નિર્જન રહેલા બજારો આ વર્ષે ધમધમશે. ઉપભોક્તા કોમોડિટીઝની તહેવારોની માંગને પહોંચી વળવા માટે ઉદ્યોગો તૈયારીમાં વ્યસ્ત છે. વેપારી વર્ગ દુકાનોમાંસ્ટોક વધારી રહ્યો છે. કોન્ફેડરશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના પ્રમુખના જણાવ્યા અનુસાર દિવાળીનો તહેવાર વેપારીઓ માટે મોટી બિઝનેસ તકો લઈને આવી રહ્યો છે. તેમણે કહ્યું કે પ્રતિબંધો હટયા બાદ અર્થવ્યવસ્થા મજબૂત થઈ છે. રોજગારીની તકો વધી છે.જનરલ સેક્રેટરીએ કહ્યું કે બે વર્ષ મુશ્કેલીઓમાં પસાર થયા છે. લોકોના ખિસ્સામાં હવે પૈસા છે. લોકો ઉત્સવ ઉજવવામાં અચકાશે નહીં.
બીજી તરફ કાપડના વેપારીમાં પણ દેશભરમાંથી સારા સંકેતો મળી રહ્યા છે. કપડાંની સારી માંગ છે. સંભવિત માંગને પહોંચી વળવા વેપારીઓ એડવાન્સ ઓર્ડર બુક કરી રહ્યા છે. એવી ધારણા છે કે ધનતેરસ-દિવાળી અને નવરાત્રીથી દિવાળી વચ્ચે ઘરોમાં ઘરેણાંનું વેચાણ વધશે.
ગર્વમેન્ટના અહેવાલ મુજબ, તહેવારોની સિઝનમાં લોકો ઘરગથ્થુ ઉપકરણો, ઘરની સજાવટ અને જ્વેલરી પર વધુ ખર્ચ કરશે. પરિવાર સાથે પ્રવાસની તૈયારી કરી શકશો. આરોગ્ય સંભાળની યોજનાઓ બનાવી શકો છો. ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, રેડીમેડ ગારમેન્ટ, એફએમસીજી સેક્ટર, ઈલેક્ટ્રિકલ ફિક્સર અને ફિટિંગ વગેરેનું વેચાણ પણ વધશે. સીએટના મહારાષ્ટ્રના જનરલ સેક્રેટરી શંકર ઠક્કરને ગણેશોત્સવ અને દિવાળી વચ્ચે દેશમાં રૂ. 9,000 થી રૂ. 10,000 કરોડના છૂટક વેપારની અપેક્ષા છે. આમાં ઓનલાઈન વેચાણનો સમાવેશ થતો નથી. તેમણે કહ્યું કે માત્ર શહેરી જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાંથી પણ સારો ટ્રેન્ડ મળી રહ્યો છે. રક્ષાબંધન અને ગણેશોત્સવમાં અપેક્ષા કરતા વધુ ખરીદી જોવા મળી છે. તેના આધારે અમે માની રહ્યા છીએ કે આ વર્ષે વેપારી વર્ગ પણ અમોળા સાથે દિવાળી ઉજવશે. તેમનું માનવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુ માંગ આવશે.
ઠક્કરે ગર્વમેન્ટ દ્વારા તાજેતરના સર્વેક્ષણને ટાંકયું. રેપાર્ટ અનુસાર, 36 ટકા શહેરી ગ્રાહકો આ વર્ષ દેવાળા પર વધુ ખર્ચ કરવા માંગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ શ્રેષ્ઠ ખરીદીનો ટ્રેન્ડ છે. સર્વે અનુસાર, 2020માં માત્ર 29 ટકા શહેરી વસ્તી અને 2021માં 17 ટકા લોકો જ ખર્ચ વધારવા માટે તૈયાર હતા. તેમણે કહ્યું કે પુરવઠામાં વધારાને કારણે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થયો છે. કંપનીઓ પણ આવા ટ્રેન્ડથી ખૂબ જ ઉત્સાહિત છે. કોરોનાને કારણે અગાઉના તહેવારોમાં તેમના વેચાણને અસર થઈ હતી.