જામનગર નજીક આવેલા સપડા સિધ્ધિ વિનાયક મંદિરમાં આજ વહેલી પરોઢથી જ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાપાના દર્શન માટે ઉમટી પડયા હતા. ગણેશ ચોથ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પદયાત્રા કરીને સપડા સિધ્ધિ વિનાયક મંદિરે પહોંચે છે. વહેલી સવારથી દર્શન માટે મંદિર બહાર લાંબી કતાર જોવા મળી હતી. મંદિર ખુલતાં જ સિધ્ધિ વિનાયકની આરતી કરી ભકતો ધન્ય બન્યા હતા.