Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજીસીએ દ્વારા રિલાયન્સ અંડર-19 ઓલ ઇન્ડિયા ઇન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન

જીસીએ દ્વારા રિલાયન્સ અંડર-19 ઓલ ઇન્ડિયા ઇન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન

- Advertisement -

ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) સપ્ટેમ્બર 2022માં રિલાયન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ અંડર-19 મલ્ટી-ડે ફોર્મેટની બીસીસીઆઈની પ્લેઈંગ કન્ડિશન મુજબ રમાશે.
જીસીએના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ આ ટુર્નામેન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, “જીસીએ છેલ્લા 10 વર્ષથી સિનિયર કેટેગરીમાં રિલાયન્સ જી-1નું આયોજન કરે છે. ગયા વર્ષથી અમે BCCIના નિયમો મુજબ તમામ કેટેગરી અને વય જૂથોમાં રિલાયન્સ G-1નું આયોજન શરૂ કર્યું છે જે પુરુષો અને મહિલાઓ બંને માટે છે.

- Advertisement -

2022-23 સીઝન માટે અમે રિલાયન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી આઠ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને આમંત્રિત કર્યા છે.”

આ ટુર્નામેન્ટ માટે ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રૂપમાં 4 ટીમ રહેશે. ટુર્નામેન્ટ પહેલીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન ચાર સ્થળોએ યોજાશે, જેમાં નરેન્દ્ર મોદી મેઈન સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-બી, આણંદ અને નડિયાદનો સમાવેશ થાય છે.

- Advertisement -

ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રૂપ A ટીમોઃ ગુજરાત, બંગાળ, બરોડા અને હિમાચલ પ્રદેશ – અમદાવાદમાં રમશે. ગ્રૂપ B ટીમો: મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર – નડિયાદ અને આણંદ ખાતે રમશે.
આ ઉપરાંત, બીસીસીઆઇના રાષ્ટ્રીય પસંદગીકારો પણ આ ટૂર્નામેન્ટ દરમિયાન મેચો પ્રત્યક્ષ નિહાળવા માટે હાજર રહેશે. સાથે સાથે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા વીવીએસ લક્ષ્મણ પણ હાજર રહે તેવી શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular