Thursday, January 16, 2025
Homeરાષ્ટ્રીયમુંબઇમાં ગણેશ પંડાલનો રૂપિયા 316 કરોડનો વીમો !

મુંબઇમાં ગણેશ પંડાલનો રૂપિયા 316 કરોડનો વીમો !

- Advertisement -

મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ ઉત્સાહભેર થાય છે. મુંબઈ શહેરમાં ગણેશ ચતુર્થીના ઉત્સાવ પર શણગારવામાં આવતા ગણપતિના પંડલ આખા દેશમાં પ્રખ્યાત છે. મુંબઈના કેટલાક પ્રખ્યાત ગણેશ પંડાલો પર કરોડો રૂપિયાનો ખર્ચ આવે છે, કારણ એ જ ગણેશ પંડાલ તેનો મોટી વીમો પણ લે છે. મુંબઈમાં સૌથી ધનિક ગણેશ પંડાલ ગૌડ સારશ્ર્વત બ્રાહ્મણ સેવા મંડળે આ વર્ષે ગણેશ ચતુર્થી સમારોહ માટે વિક્રમજનક 316.40 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. 300 કરોડના આ વીમામાં 25 કરોડ રૂપિયાના ગણપતિના ઘરેણા ચોરવા પર, 10 કરોડ રૂપિયા આગ લાગવા પર, 40 કરોડ રૂપિયા ભૂકંપ આવવા પર અને 225 કરોડ રૂપિયા કુદરતી આફતનો સામેલ છે. આ વખતે ગણપતિની મૂર્તિ પર 68 કિલો સોનુ અને 227 કિલો ચાંદીનો શૃંગાર કરવામાં આવ્યો છે. 14 ફૂટ ઊંચી આ પ્રતિમાને તૈયાર કરવા માટે બે મહિનાનો સમય લાગ્યો છે. આ મૂર્તિ ઈકો ફ્રેન્ડલી છે અને તેને માટીથી તૈયાર કરવામાં આવી છે. આ પંડાલ સાત દિવસ સુધી રહેશે અને આ દરમિયાન 20 લાખ લોકો ગણપતિજીના દર્શન કરશે. 400થી વધુ સુરક્ષા ગાર્ડ પણ 24 કલાક સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા છે. અહીંયા નોંધવું રહ્યું કે 2019માં મંડળે પોતાના પંડાળનો 266.65 કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular