Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં નવ જૂગાર દરોડામાં 46 શખ્સો ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં નવ જૂગાર દરોડામાં 46 શખ્સો ઝડપાયા

રેઈડ દરમિયાન ખીમલિયા ગામમાં છ શખ્સો નાશી જતાં શોધખોળ

- Advertisement -

જામનગરના ચાંપાબેરાજા ગામમાં તળાવ પાસે જાહેરમાં જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.43,870 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામે સરકારી જગ્યામાં જાહેરમાં જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.36,400 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના દરેડ એફસીઆઈ ગોડાઉન પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.11,310 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ખીમલિયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.11,220 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. રેઈડ દરમિયાન 6 શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જામજોધપુરના મોટા વડિયા ગામ નજીકથી પોલીસે રેઈડ દરમિયાન ચાર શખ્સોને રૂા.10,940 ના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના ખરેડી ગામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.10140 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ,

  • પ્રથમ દરોડો, જામનગરના ચાંપાબેરાજા ગામમાં તળાવ પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન નિરુભા હેમુભા ચુડાસમા, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, મહેશ નારણદાસ સુંદાણી, પ્રતાપસિંહ પંચાણજી જાડેજા, વિજય પ્રવિણભાઈ સોલંકી તથા યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા નામના છ શખ્સોને રૂા.43,870 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
  • બીજો દરોડો, કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામે ભૂતિયા સીમમાં ધાયળી તરીકે ઓળખાતી સરકારી જગ્યામાં ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જયદીપસિંહ ગુલાબસિંહ જાડેજા, જયરાજસિંહ નિરુભા જાડેજા, યોગીરાજસિંહ કુંવરસિંહ જાડેજા, ચેતનસિંહ મંગળસિંહ જાડેજા, સત્યદેવસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા, સુનિલ લાલજી અમીપરા નામના સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.36,400 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
  • ત્રીજો દરોડો, દરેડ એફસીઆઇ ગોડાઉન સામે મહેશ્ર્વરીનગરમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન સંજયસિંહ અજીતસિંહ વાળા, પેથા બાલા વાલસાખિયા, મુકેશ લખુ વારસાખિયા, વશરામ દેવશી સિંચ, ગીરધર જીવા સિંચ તથા નારણ બાબુ રોશિયા નામના છ શખ્સોને રૂા.11,310 ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  • ચોથો દરોડો, જામનગરના ખીમલિયા ગામમાં રામાપીરના મંદિર પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જેન્તી રમેશ પરમાર, વીરજી નાથા હિંગળા, પુંજા સીદી બાંભવા તથા હનિફ રફિક ગોધાવીયા નામના ચાર શખ્સોને રૂા.11,220 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં. રેઈડ દરમિયાન મયા વાલા ઝાપડા, સવજી સીદા માટીયા, સાગર કાનજી કોળી, ગોવિંદ રામજી હિંગળા, ભોલા મણી હિંગળા તથા નારણ સીદી બાંભવા નામના છ શખ્સો નાશી જતાં પોલીસ દ્વારા કુલ 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી નાશી ગયેલ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
  • પાંચમો દરોડો, જામજોધપુરના ઇશ્ર્વરિયા ગામમાં ગૌશાળાની બાજુમાં વાછરાડાડાના મંદિર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન પાલા માલદે બડિયાવદરા તથા ગોવિંદ રાજશી બડિયાવદરા નામના બે શખ્સોને રૂા.1850 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
  • છઠો દરોડો, જામજોધપુરમાં મોટા વડિયા ગામ તરફ જવાના રસ્તે રોડના કાંઠે જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન પ્રવિણ દેવાયત કરંગીયા, રામા ગોવા કોડિયાતર, જગદીશ ધાના જોગલ, લખમણ ઉર્ફે વિરમ ગોવા કોડિયાતર નામના ચાર શખ્સોને રૂા.2940 ની રોકડ તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા.10,940 ના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
  • સાતમો દરોડો, મોખાણા ગામમાં ચોકમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન લાલજી રામજી કનેજા, કિરણ કિશોર કંબોયા, શૈલેષ વશરામ કનેજા, રમેશ બાઘજી બગોદરીયા, કાના મુળુ કનેજા, સાગર પ્રવિણ કંબોયા, અજય અશોક કનેજા તથા રોહિત વિક્રમ કંબોયા નામના આઠ શખ્સોને રૂા.10,590 ની રોકડ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
  • આઠમો દરોડો, કાલાવડ તાલુકાના ખરેડી ગામે આવેલ ખરડેશ્ર્વર મહાદેવ મંદિર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા કેતન નરોતમ પરમાર, વિપુલગીરી હેમતગીરી ગોસ્વામી, પંકજ રવજી રાઠોડ, મીલનગીરી પ્રકાશગીરી ગોસાઈ તથા મુકેશ કમલેશ ચૌહાણ નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,140 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • નવમો દરોડો, જામનગર શહેરમાં મયુરનગર વામ્બે આવાસ મેઈન રોડ ઉપર બાવળની ઝાળીઓમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રોહિત રાણા પીંડારિયા, સાજણ સીદા કંડોરિયા, હાજા મારખી ગાગીયા તથા સલીમ અબ્દુલ કકકલ નામના ચાર શખ્સોને રૂા.1440 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular