દેશમાં સતત વધતી જતી મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારનો વિરોધ કરવા માટે આજે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે ધરણાં અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ધરણાં પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર નુરમામદ પલેજા, શહેર મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, સહારાબેન મકવાણા, પૂર્વ વિપક્ષી નેતા આનંદ ગોહિલ, યુસુફ ખફી, મહમદ અબરાર ગજિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.