સુરજકરાડી કૃષ્ણનગર સરકારી શાળા દ્વારા પ્રત્યક્ષ શિક્ષણનો અનેરો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન શંકરભગવાનનું મંદિર સહિતના સ્થળોની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી.
આજ અભ્યાસ કરવાનાં માધ્યમો વિસ્તારી રહ્યા છે ત્યારે બાળકને માત્ર વર્ગ માં બેસાડી અભ્યાસ કરાવવાથી વિશેષ પ્રત્યક્ષ મુલાકાત પણ શ્રેષ્ઠ માધ્યમ છે. આયોજન મુજબ 25/08/2022 ના રોજ શાળાએ આવી બાળકોની હાજરી પુરી પ્રત્યક્ષ મુલાકાતે નીકળવાનું હતું. પ્રાર્થના સભામાં ગોહેલ વિપુલભાઈ દ્વારા બધી સામાન્ય સૂચનાઓ અપાયેલ એ મુજબ ધોરણ 6 થી 8 ના 115 બાળકો નીકળ્યા. 10 બાળકોને વિશેષ જવાબદારી લાઈન જળવાય અને અકસ્માત ન થાય તેની તકેદારી ની જવાબદારી સોંપવામાં આવી હતી. બે બાળકોને બેનર ની જવાબદારી આપી હતી. શાળાના આચાર્ય બાભણીયા ગીતાબેન, ગોહેલ વિપુલભાઈ અને બે પ્રવાસી શિક્ષકો જોષી હેમંતભાઈ, સંગીતાબેન બાળકોને લઈ ને નીકળ્યા હતા. મીઠાપુર પોલીસ સ્ટેશન ની મુલાકાત લેવામાં આવી હતી. પોલીસ સ્ટેશન પહોંચતાજ બાળકો માં થોડી ગંભીરતા આવી. જયાં પોલીસની કામગીરી સમજાવવામાં આવી. પોલીસ કાયદાનું પાલન કરાવે, જરૂરિયાત ધરાવતા નાગરિકોને મદદ કરે, પોલીસ નો ફોન નંબર, મહિલા હેલ્પ નંબર, સંપર્ક માટેના વાયરલેસ ફોન વિશે માહિતી આપવામાં આવી. ત્યાંની જેલ માં મહિલા તેમજ પુરુષના અલગ વિભાગ જોયા. તેમજ રાયફલ બતાવવામાં આવી અને આ રાયફલ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.
બીજું સ્થળ એટલે KGBV આરંભડા. આ શાળા માં ડ્રોપ આઉટ બાળાઓ, BPL કાર્ડ ધરાવતી બાળાઓ, સિંગલ પેરેન્ટ્સ, માતા પિતા વગરની બાળાઓ, આર્થિક પછાત બાળાઓને મેરીટ મુજબ પ્રવેશ મળે છે. આ શાળા માં ધોરણ 6 થી 12 છે જેમાં ધોરણ 6 થી 8 માં હોસ્ટેલ સાથે સ્કૂલ છે. ધોરણ 9 થી 12 માટે માત્ર હોસ્ટેલ છે. kGBVની દીકરીઓના દૈનિક કાર્યક્રમ વિશે, અભ્યાસ વિશે, ઈતર પ્રવૃત્તિ વિશે બાળકોને નોડલ પરસન પટેલ પારૂલબેન તેમજ ભૂતકાળ માં આ kGBV સંભાળેલ કૃષ્ણનગર પ્રાથમિક શાળાના ના આચાર્ય ગીતાબેન દ્વારા માહિતી આપવામાં આવી. ઈતર પ્રવૃતિઓ નું નિરીક્ષણ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો દ્વારા સ્કૂલ તેમજ હોસ્ટેલ જોવામાં આવી હતી.
શંકર ભગવાનના મંદિરે પહોંચી દરેક બાળકોએ, શિક્ષકોએ દર્શન કર્યા. મંદિરના ચોક માં આવેલ વૃક્ષોનું અવલોકન કરવામાં આવ્યું. ત્યારબાદ ત્યાંના વડીલ દ્વારા બાળકોને ખૂબ સારી રીતે ભણવાનું તેમજ સારા નાગરિક બનવાની સમજણ આપવામાં આવી હતી.