Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઅમિતાભ બચ્ચનને ફરી કોરોના

અમિતાભ બચ્ચનને ફરી કોરોના

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી બીગ બીએ પોતે ફેન્સને સોશિયલ મીડિયા પર આપી છે. અમિતાભ બચ્ચને ટ્વીટર પર લખ્યું, હું બસ થોડા સમય પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવો. અમિતાભ બચ્ચન હાલમાં ક્વિઝ શો ’કૌન બનેગા કરોડપતિ 14’ હોસ્ટ કરી રહ્યા છે.અમિતાભ બચ્ચન બીજી વખત કોરોનાની લપેટમાં આવ્યા છે. દેશમાં કોરોના જ્યારે ચરમસીમાએ હતો ત્યારે અમિતાભ ઉપરાંત અભિષેક, એશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત થયા હતા. આ ગેમ શો દરમિયાન અમિતાભ બચ્ચન ઘણા સ્પર્ધકોના સંપર્કમાં આવે છે. આવી સ્થિતિમાં તેને કેવી રીતે સંક્રમિત થયા તે કહેવું મુશ્કેલ છે. અમિતાભ બચ્ચન પોતાને ફિટ રાખવા માટે ઘણા બધા કામ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular