કાલાવડ નગરપાલિકાની ધોર બેદરકારી સામે આવી છે, શહેરમાં ઠેર ઠેર કચરા ના ઢગલા જોવા મળી રહ્યા છે. કાલાવડમાં શહેરની મામલતદાર કચેરી સહિતની સરકારી કચેરીઓ અને હોસ્પિટલ પાસે પણ કચરા નું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ અંગે સ્થાનિકો દ્વારા અવારનવાર રજુઆત કરતા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર દ્વારા કશો જવાબ આપવામાં આવ્યો નથી.
શું નગરપાલિકા પાસે સફાઈ કર્મચારી નથી કે સફાઈ કરવામાં માંગતા નથી ? શું શહેરમાં રોગચાળો ફેલાઈ તેની રાહ જોવે છે ?
મીડિયાની ટીમ દ્વારા પણ ચીફ ઓફીસર અને નગરપાલિકા પ્રમુખનો સંપર્ક કરાયો હતો પરંતુ તેઓ કેમેરા સામે બોલવા તૈયાર નથી અને બધું બરાબર હોવાના દાવા કરે છે.