જામસાહેબના જામનગરમાં 7 દાયકાથી પરંપરાગત રીતે આસો સુદ 10 આધશકિત મૉં જગદંબાના નવ નોરતા નવરાત્રી બાદ વિજયા દશમી મહોત્સવની ઉજવણી જામનગર સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે. જે સંદર્ભે તા. 21ના રોજ પૂર્વ વિકાસમંત્રી અને સિંધી સમાજના ચેરમેન પરમાનંદ ખટ્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
જે મિટિંગ માં આગામી તા. 5/10/2022, બુધવારના રોજ વિજયાદશમીના પર્વની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. છેલ્લા બે ત્રણ વર્ષોથી કોરોનાકાળના કારણે આ ઉજવણીમાં વિલંબ આવ્યો હતો. જે આ વર્ષે ફરી હર્ષલ્લાસપૂર્વક ધૂમધામથી રામસવારી સાથે જુદા જુદા ફ્લોટ્સ અને વેશભૂષા સાથે ફરી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરી વિજયાદશમીના તહેવારની ઉજવણી ધૂમધામથી કરવામાં આવશે. જે સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણીના સ્થાનેથી જાહેર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સિંધી સમાજના ઉધવદાસ ભુગડોમલ, પ્યારેલાલ રાજપાલ, ધનરાજ મંગવાણી, કિશોર સંતાણી, હરીશભાઈ રોહેરા, પરષોત્તમ કકનાણી, મુકેશ લાલવાણી, મનીષ રોહેરા, હરેશ ગનવાણી, મયુર જેસાણી, કપિલ મેઠવાણી, કાંતિભાઈ આસવાણી, હેમંત દામાણી, પ્રકાશ હકાણી, હિરેન માવાણી વગેરે લોકોને વિજયાદશમીના કાર્યક્રમની આયોજનના ભાગરૂપે જવાબદારીઓ સોંપવામાં આવી હતી.