Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતએસ. ટી. વિભાગ, જામનગર દ્વારા એપ્રેન્ટિસ ભરતી સત્ર યોજાશે

એસ. ટી. વિભાગ, જામનગર દ્વારા એપ્રેન્ટિસ ભરતી સત્ર યોજાશે

- Advertisement -

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટિસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળની વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલીય, વિભાગીય સ્ટોર્સ જામનગર અને જામનગર/ જામજોધપુર/ ખંભાળિયા/ દ્વારિકા/ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટિસ એક્ટ-1961 અન્વયે ઓગસ્ટ- ઓકોટોબર 2022ના ભરતી સત્ર માટે એપ્રેન્ટિસ ટર્નર, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, મોટર મિકેનિક, 4 ટ્રેડ હેઠળના આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવાની હોય, તે માટે ઉચ્છુક લોકોએ apprenticeshipindia.org પોર્ટલ પર જઈને આધારકાર્ડ ફરજીયાતપણે વેરિફાઇડ કરાવીને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

- Advertisement -

આ ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ સાથે શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાઓ (ધો. 10 અને 12 પાસ અને આઈ.ટી.આઈ પાસના પુરાવાઓ), લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની 2 નકલો જોડીને આગામી તા. 7 સપ્ટેમ્બર સુધીમાં અરજી પત્રકો મેળવી લેવાના રહેશે. તેમજ આગામી તા. 9 સપ્ટેમ્બર સુધીમાં અરજી પત્રકો સહિત તમામ અસલ માર્કશીટ/ પ્રમાણપત્રોની રૂબરૂ ચકાસણી કરવવાની રહેશે. આ રૂબરૂ ચકાસણીમાં યોગ્ય રહેલ જ અરજી પત્રકો સ્વીકારવામાં આવશે. આ માટે વધુ માહિતી મેળવવા માટે વહીવટી શાખા, વિભાગીય નિયામક કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરી શકાશે, તેવું વિભાગીય નિયામક એસ.ટી. વિભાગ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular