Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરદ્વારકાધીશ મંદિરમાં દર્શનાર્થીઓના ખિસ્સામાંથી સાડા ત્રણ લાખની રોકડની ચોરી

દ્વારકાધીશ મંદિરમાં દર્શનાર્થીઓના ખિસ્સામાંથી સાડા ત્રણ લાખની રોકડની ચોરી

યાત્રાધામ દ્વારકા ખાતે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓની ભીડને ટાર્ગેટ કરી, તસ્કરો દ્વારા રોકડ રકમની ચોરી થવા સબબ જુદા જુદા બે આસામીઓ વતી દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.મુંબઈ ખાતે રહેતા ગૌતમભાઈ હરિભાઈ અરેઠીયા નામના સદગૃહસ્થ તેમના પરિવારનો સાથે સાતમ-આઠમ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તે દરમિયાન તા. 15 ઓગસ્ટના રોજ તેઓએ પોતાના ગળામાં પહેલા પટાવાળા પાકીટમાંથી કોઈ તસ્કરોએ ગીરદીનો ગેરલાભ લઈ, આ પાકીટમાંથી રૂપિયા બે લાખની રોકડ રકમની ચલણી નોટો નજર ચૂકવીને ચોરી કરી ગયા હતા.

- Advertisement -

અન્ય એક બનાવમાં દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા આવેલા અમદાવાદના રહીશ આશિતભાઈ સતિષચંદ્ર પટેલ નામના એક આસામી તેમના પરિવારજનો સાથે આવ્યા હતા, ત્યારે ગત તારીખ 14 ઓગસ્ટના રોજ દાન પેટી પાસે કોઈ તસ્કરોએ તેમના પેન્ટના ડાબા ખીસામાં રાખેલા રૂપિયા દોઢ લાખની રકમ સેરવી લીધી હતી. આમ, ઉપરોક્ત બંને અલગ અલગ બનાવમાં દ્વારકાધીશ મંદિરના પૂજારી નીતિનભાઈ કિશોરભાઈ ઠાકર (ઉ.વ. 53) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટેની કાર્યવાહી કરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular