જામનગર શહેર-જિલ્લામાંથી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પોલીસ દ્વારા 12 દરોડામાં 110 શખ્સોને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં. જૂગાર દરોડા દરમિયાન નવ શખ્સો નાશી જતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ
- પ્રથમ દરોડો, શનિવારે લાલપુર તાલુકાના રકકા ગામે તીનપતિનો જૂગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે હનિફ નાઈના મકાનમાં હનિફ નાઈ તથા ઈમરાન નાઈ નામના શખ્સો ભાગીદારીમાં તીનપતિનો જૂગાર રમાડતા હોય રેઈડ દરમિયાન ઇમરાન અબ્દૃુલ નાઇ સંધી, આસીફ ઓસમાણ ધોધા, સાજણ આંબા બોસરીયા, જાહીદ હારૂન આદમાણી, શબ્બીર ઉમર કોરેજા, કાસમ જુમા સેઠા, મહમદનવાઝ અલારખા દોઢીયા, ગીરીશ ઉર્ફે દિલો ખીમા બગડા, ઇરશાદ ફારૂક દોઢીયા, અકબર નુરમામદ ધોધા, ઇશાક ઈસમાઇલ સેઠા, હુશેન ઉધા ધોધા, હારૂન વલીમામદ ધોધા, અનીલ અશોક આરોઠીયા, હસમુખ લવજી દેસાઇ, આદમ ઇબ્રાહીમ નાઇ, સતાર આમદ નાઇ, સાહીદ ગુલમામદ જોખીયા, ભાવીન આંબા બોસરીયા, રાજાલાલ મુળજી ખરા, સાહીલ હુશેન નાઇ, કમલેશ આલા ખરા, આમીન કરીમ સાળ, નવાઝ કમાલ કુરેશી, હશન વલીમામદ નોયડા, સકુર હાસમ નાઇ, મહમદ હુશેન અલારખા ધોધા, હનીફ અલીમામદ નોયડા, નીઝામ અલારખા મકરાણી નામના 29 શખ્સોને રૂા.58 હજારની રોકડ, રૂા.1,62,000 ની કિંમતના 25 નંગ મોબાઇલ ફોન તથા રૂા.1,40,000 ની કિંમતની પાંચ નંગ મોટરસાઈકલ તથા રૂા.4 લાખની કિંમતની કાર સહિતના કુલ રૂા.9,60,000 ના મુદ્દામાલ સાથે જૂગારનો અખાડો ઝડપી લીધો હતો તેમજ રેઈડ દરમિયાન નાશી જનાર હનિફ મામદ નાઈની શોધખોળ હાથ ધરી હતી.
- બીજો દરોડો, જામજોધપુર તાલુકાના કાતરધાર ખાતે આવેલ ચેતન જેન્તી કારિયા પોતાની વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી જૂગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ચેતન જેન્તી કાલરીયા, હરેશ મનસુખ ભટ્ટ, પાર્થ વલ્લભા ડેડાણીયા, અંકીત અશ્વીન કાંજીયા, નારણ દેવાણંદ ધારાણી, હાર્દીક દિનેશ કડીવાર, વિરેન્દ્ર રાણશી ધારાણી, કિશોર વેરશી ધારાણી, અંકિત મનસુખ વડાલીયા, રાકેશ કાંતીલાલ ખાંટ, ક્રુણાલ કાંતીલાલ કાજીયા, જયેશ વેજા ડાંગર, ગૌરવ પ્રવિણ સાપરીયા, મહાવીરસિંહ પ્રવિણસિંહ જેઠવા, ઇસ્તીયાઝ અલ્લારખા પરમાર, ચિરાગ મુકુદરાય જોષી, રાકેશકુમાર અમ્રુતલાલ રામોલીયા, વીમલ મહેન્દ્ર જોષી, ધ્રુવીત પ્રવિણ કણસાગરા, ભરત મનસુખ સીણોજીયા, રાયા નારાણ આસાણી, રમેશ બચુ ગુજરાતી, મીત હરેશ રામોલીયા, નીશબ સંજય કાંજીયા, પ્રતીક રમણીકલાલ લુકા, અભય દેવાયત ડાંગર, સંજીવ કુમાર અશોક કુમાર સુરી નામના 27 શખ્સોને રેઈડ દરમિયાન રૂા. 3,10,710 ની રોકડ, રૂા.1,92,000 ની કિંમતના 27 નંગ મોબાઇલ ફોન તથા રૂા.2,75,000 ની કિંમતના 11 નંગ મોટરસાઈકલ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં તેમજ રેઈડ દરમિયાન નાશી જનાર હાર્દિક બટુક કનેરિયાની શોધખોળ હાથ ધરી હતી.
- ત્રીજો દરોડો, શુક્રવારે જામનગરના ખોજાબેરાજા ગામના પાદરમાં વડલા સામેની શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મચ્છા ઉર્ફે મુન્નો સોમા ગમારા, સંજય ચંદ્રકાંત નંદા, નિકુલ જયંતી સોલંકી, જિતેન્દ્ર જીવણ માવદયા તથા પ્રવિણ સોમા વિંઝુડા નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.41,320 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
- ચોથો દરોડો, લાલપુર તાલુકાના ધુણિયા ગામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ધવલસિંહ ચંદુભા વાઘેલા, ભગીરથસિંહ દિલીપસિંહ જાડેજા, કારુભા ઉર્ફે ઓઘુભા હેમભા જાડેજા તથા બે મહિલાઓને રૂા.29,580 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધીર હતી. આ રેઈડ દરમિયાન અમિતસિંહ ચંદુભા વાઘેલા નામનો શખ્સો નાશી જતાં શોધખોળ હાથ ધરી હતી.
- પાંચમો દરોડો, જામનગર શહેરમાં શિવ ટાઉનશીપ શેરી નં.2 વાળી ગલ્લીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મયુરસિંહ જગદીશસિંહ પરમાર, મિથુન ધીરજલાલ રાયસુરા, મયંક કિશોર મોહિતે, સિધ્ધરાજસિંહ અમરસિંહ ઝાલા તથા જશુભા ગુલાબસિંહ પઢીયાર નામના પાંચ શખ્સોને રૂા.18,530 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધીર હતી.
- છઠો દરોડો, જામનગરના વીજરખી ગામે સુખા ભનુ સોલંકીની વાડીની સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રમેશ ચંદુ સોલંકી, વિનોદ ચના ચૌહાણ, કાનજી બચુ રાઠોડ, વશરામ કાળા વાઘેલા, સુનિલ ચંદુ સોલંકી, સુરેશગીરી છોટુગીરી ગોસ્વામી, પ્રવિણ સુભાષ સોલંકી તથા સુભાષ બાબુ સોલંકી નામના આઠ શખ્સોને રૂા. 16,750 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધીર હતી.
- સાતમો દરોડો, જામનગરના સિક્કામાં સાપર ગેલ ઈન્ડિયા ઓફિસ પાસે ઈંટોના ભઠ્ઠા પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જુસબ ખમીશા સોઢા, કરશણી સુુરુભા જાડેજા, હરવિજયસિંહ જગદીશસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોને રૂા.16,600 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં અને રેઈડ દરમિયાન કારિયો હિંશુ નામનો શખ્સ નાશી જતાં શોધખોળ હાથ ધરી હતી.
- આઠમો દરોડો, જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ જનતા સિમેન્ટવાળી શેરીમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન દેવરાજ ઉર્ફે ભકુ અમરા મકવાણા, પંકજ રાણા વાઢેર, વિજય ઉર્ફે યુવી દુદા વાઢેર, પરેશ કાના વાઢેર નામના ચાર શખ્સોને રૂા.10,560 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં. રેઈડ દરમિયાન ભરત કિશા મકવાણા, અમિત ભગા વરાણિયા, મોહિત ઉર્ફે બાડો વજુ કોળી, કલ્પેશ પરબત ભીટ, ભલો કોળી, ભુટો આહિર તથા શ્યામ મનસુખ ડાબી નામના સાત શખ્સો નાશી જતાં તેમની શોધખોળ હાથ ધરી હતી.
- નવમો દરોડો, જામનગર શહેરમાં નવાગામ ઘેડ માડમ ફળી ઘેલુભાઈ માડમના ઘરની પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ધર્મેન્દ્ર મનસુખ પરમાર, શનિ રઘુવીરસિંહ જાડેજા, વિનોદ નાથા મકવાણા, મનોજ હરીશ મકવાણા, કિશોરસિંહ ટકુભા ચુડાસમા તથા ધર્મેન્દ્રસિંહ અમરસિંહ ચુડાસમા નામના છ શખ્સોને રૂા.10,110 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
- દશમો દરોડો, શેઠવડાળાના મેઠાણ ગામમાં ભીમા સવશી પરમારના ઘરની બહારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રાયશી જીવા પરમાર, અનિલ સવશી પરમાર, ગોવિંદ અજમલ પરમાર, નથુ મગન પરમાર નામના ચાર શખ્સોને રૂા.2,130 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- અગિયારમો દરોડો, જામનગર જિલ્લાના દડિયા ગામમાં પોલીસે રેઈડ દરમિયાન ખીમજીભાઈની વાડીની બાજુમાં જાહેરમાં જૂગાર રમતા બાબુ નારણ સરવૈયા તથા સાત મહિલાઓ સહિત કુલ આઠ શખ્સોને રૂા.2,120 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- બારમો દરોડો, શેઠવડાળાના મેલાણ ગામમાં રામાપીરના ઓટા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વિજય રાણા સુરેલા, ભરત ભીમા હુણ, દિવ્યરાજસિંહ મજબુતસિંહ જાડેજા, પ્રફુલ્લ ઉર્ફે મેજુ બાબુ હુણ, લખમણ અરજણ હુણ નામના પાંચ શખ્સોને રૂા.1,240 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતીે.