મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે તેઓએ પોતાના પ્રવાસ દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું.
જયાં ધારાસભ્ય આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘી, કમિશ્નર વિજય ખરાડી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શાશક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી મેરામણ ભાટુ તથા વિજયસિંહ જેઠવા, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકારી તેઓનું ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.