જામનગરમાં 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી જન્માષ્ટમી નિમિત્તે સાર્વજનિક શોભાયાત્રા નું આયોજન કરાયું હતું. જામનગરના 5 નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ની વિશાળ સાર્વજનિક શોભાયાત્રા પ્રસ્થાન થઇ હતી.
આ સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર થી પ્રારંભ થઈ બર્ધન ચોક, દરબારગઢ, ચાંદીબજાર, રતનભાઇ મસ્જિદ વિસ્તાર હવાઈ ચોક ખાતે આ શોભાયાત્રા સંપન્ન થઇ હતી. જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રામાં ખીજડા મંદિર, આણદાબાવા સેવા સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ મહિલા વિભાગ, પુષ્ટિમાર્ગીય સંપ્રદાય મોટી હવેલી-વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ, બાઈજીરાજ મહિલા મંડળ, આહિર સમાજ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, સમસ્ત ભાટિયા સમાજ, ખોડલધામ કાગવડ જામનગર ખોડલધામ યુનિટ, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, હરિદાસ જીવણદાસ (બાબુભાઈ) લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, ગાયત્રી શક્તિ પીઠ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાળી મહાજન સરોવર, સિંધી ભાનુશાલી મહાજન સરોવર સહિતની વિવિધ
સંસ્થાઓ ધાર્મિક ફ્લોટ્સ સાથે સામેલ થયા હતા.