Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં માલગાડી સાથે પેસેન્જર ટ્રેન અથડાઇ, 50ને ઇજા

મહારાષ્ટ્રમાં માલગાડી સાથે પેસેન્જર ટ્રેન અથડાઇ, 50ને ઇજા

ગોંદિયામાં ટ્રેક ઉપર ઉભેલી માલગાડી સાથે પાછળથી આવતી ટ્રેન અથડાઇ

મહારાષ્ટ્રના ગોંદિયામાં મંગળવારની મધરાતે 2:30 વાગ્યે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થતાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 50થી વધારે મુસાફરો ઘવાયા છે અને તમામને સારવાર માટે નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં લઈ જવાયા છે. ટેક્નિકલ ક્ષતિને કારણે એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. ન્યૂઝ એજન્સી એ.એન.આઈના અહેવાલ મુજબ, બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી. ગ્રીન સિગ્નલ મળ્યા પછી બિલાસપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન આગળ નીકળી હતી. જેવી તે ગોંદિયા પહોંચી તો એ જ પાટા પર માલગાડી ઊભી હતી અને માલગાડીના પાછલા ભાગે એ અથડાઈ હતી. એવું મનાય છે કે ટેક્નિશિયન તરફથી સાચો ગ્રીન સિગ્નલ ન મળ્યો એને કારણે આ દુર્ઘટના ઘટી છે. આ ઘટનામાં 50થી વધારે મુસાફરો ઘાયલ થયા છે અને 13 વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે.

- Advertisement -

જ્યારે દુર્ઘટના થઈ ત્યારે ટ્રેનમાં મુસાફરો મધરાતે ગાઢ નિદ્રામાં હતા. ધડાકાભેર અકસ્માત થતાં જ મુસાફરોમાં દેકારો મચી ગયો હતો અને ઘડીભર તો કોઈને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular