જામનગર એસ.ટી. ડેપો ખાતે કંડકટર તરીકે ફરજ બજાવતાં એન.જી. વાળા અને ડ્રાઇવર ડી.એ. જાડેજાએ પોતાની ફરજ દરમિયાન ઇમાનદારીપૂર્વક કામગીરી કરી હોય, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત એસ.ટી. અમદાવાદ હેડ ઓફિસ ખાતે તેમનું ગુજરાત એસ.ટી. નિગમના એમડીના હસ્તે પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ભારતીય મજદૂર સંઘ દ્વારા બન્ને કર્મચારીઓને શુભકામના પાઠવી હતી.