- Advertisement -
ખંભાળિયા તાલુકાના સલાયા ગામ નજીક આવેલી ગોઇંજ ટી પોઇન્ટ ખાતે સ્થાનિક પી.આઈ. અક્ષય પટેલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે આ માર્ગ પરથી પસાર થતી જી.જે. 36 એફ. 4045 નંબરની શિયાઝ મોટરકારને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી દારૂની 72 બોટલ મળી આવી હતી.
આથી પોલીસે રૂપિયા 36,000 ની કિંમતના પરપ્રાંતીય શરાબ તથા રૂ. ત્રણ લાખની મોટરકાર અને રૂપિયા 5,000 ની કિંમતના એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3.41 લાખના મુદ્દામાલ સાથે ખંભાળિયામાં અશોક શોરૂમની સામે આવેલા મારુતિનગર ખાતે રહેતા યુવરાજસિંહ અજીતસિંહ ચુડાસમા નામના 34 વર્ષના ગરાસિયા શખ્સની અટકાયત કરી, પ્રોહિબિશન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.
- Advertisement -