જામનગરની સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આસ્થા ડાંગરે દેશની આઝાદીમાં બલિદાન આપનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આપણે સૌ એ દેશ પ્રત્યે સમર્પણની ભાવના રાખવી જોઈએ. ભારતે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પ્રાંત અધિકારીએ શાળા પ્રત્યેની તેમની લાગણી વ્યક્ત કરી હતી અને શાળાની વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહન આપ્યું હતું.
શાળાના આચાર્યા ડૉ. બીનાબેન દવેએ પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર અને મામલતદાર જાનવીબા જાડેજાની તાજેતરમાં બદલી થતા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અંતમાં શાળાના આચાર્યા એ આભારવિધિ કરી હતી. અને મહેમાનઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.