Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નવ જળાશયો ફરીથી ઓવરફલો

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નવ જળાશયો ફરીથી ઓવરફલો

ગઇકાલે લાલપુરમાં બે ઇંચ તથા ધ્રોલ-જોડિયા-જામનગર શહેર અને કાલાવડમાં અડધાથી એક ઇંચ વરસાદ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રક્ષાબંધનના પર્વને દિવસે અડધા થી બે ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે જિલ્લાના 25 પૈકીના નવ જળાશયો ફરીથી ઓવરફલો થયા છે જ્યારે ત્રણ ડેમના પાટિયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

- Advertisement -

જામનગર જિલ્લાના લાલપુરમાં ગઈકાલે ધોધમાર બે ઇંચ વરસાદ નોંધાયો હતો, ઉપરાંત ધ્રોલ-જોડિયા- જામનગર શહેર અને કાલાવડમાં પણ અડધાથી એક ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલો મળ્યા હતા. દરમિયાન જામનગર જિલ્લાના 25 જળાશયો પૈકીના નવ જળાશયોમાં ગઈકાલે નવા નીર આવ્યા હોવાથી ઓવરફલો થયા હતા. જેમાં જામનગર જિલ્લાના પન્ના ડેમ, ડાઇમિણસાર, વિજરખી ડેમ, આજી-4, ફુલઝર (કોટડાબાવીસી) ઉમિયા સાગર, અને વાગડિયા ડેમનો સમાવેશ થાય છે. જે પૈકી આજી-4 ડેમના બે પાટીયા ખોલવામાં આવ્યા છે, જ્યારે ફુલઝર (કોટડા બાવીસી) ડેમનો એક દરવાજો જયારે ઉમિયા સાગર ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

તેમજ કાલાવડ પંથકમાં ભલસાણ બેરાજામાં વધુ બે ઈંચ અને મોટા ખડબા, ધ્રાફા, ફલ્લામાં સવા-સવા ઈંચ અને મોટા પાંચદેવડામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે શેઠવડાળા, વસઈ, નવાગામ, પરડવા, વાંસજાળિયામાં પોણો-પોણો ઈંચ પાણી પડયું હતું તથા જામવાડી, સમાણા, લાખાબાવળ, મોટી બાણુંગાર, અલિયાબાડા, દરેડ, બાલંભા, પીઠડ, નિકાવા, ખરેડી, મોટી વડાળા, પીપરટોડામાં અડધો-અડધો ઈંચ વરસાદ ઝાપટાંરૂપે પાણી વરસાવ્યું હતું તથા જામવંથલી, ધુતારપર, હડિયાણા, લતીપુર, જાલિયાદેવાણી, ધુનડા, ભણગોર, મોડપર, ડબાસંગમાં સામાન્ય ઝાપટાં નોંધાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular