Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં બે જૂગાર દરોડામાં એક ડઝન ખેલંદા ઝપડાયા

જામનગર જિલ્લામાં બે જૂગાર દરોડામાં એક ડઝન ખેલંદા ઝપડાયા

દરેડમાંથી તનીપતિ રમતાં રૂા.6410 ની રોકડ સાથે ચાર શખ્સ ઝબ્બે: ગાયત્રીનગરમાંથી જૂગાર રમતા રૂા.4510 ની રોકડ સાથે આઠ શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ-મસીતિયા રોડ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.6410 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાંથી જૂગાર રમતા આઠ શખ્સોને રૂા.4510 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ-મસીતિયા રોડ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂપેશ સંગ્રામ બોસરીયા, દિનેશ દેવસુર ખરા, ભરત આંબા બોસરીયા, મજબુતસિંહ જીતુભા સરવૈયા નામના ચાર શખ્સોને રૂા.6410 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

બીજો દરોડો, જામનગર શહેરના મહાકાલી સર્કલ પાસે આવેલા ગાયત્રીનગર શેરી નં.2 માં જાહેરમાં જૂગાર રમતા જીવણ હરભમ નરા, લખમણ દયા, વિકી ગોપાલ કાપડી, કાનો હીરા ધાનાણી, નયન દિનેશ ગોહિલ, અનિલ હરેશ પરમાર, મેહુલ રાજેશ પંડયા, ભરત રામદે ડેર નામના આઠ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.4510 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular