Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમોદી પાસે રૂા.2.23 કરોડની સંપત્તિ

મોદી પાસે રૂા.2.23 કરોડની સંપત્તિ

45 ગ્રામની સોનાની વીટી પહેરે છે પ્રધાનમંત્રી : 75 પૈકી માત્ર 10 મંત્રીઓએ પોતાની મિલ્કતો જાહેર કરી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના મંત્રીમંડળના સાથીદારોની 2021-22ની મિલકતો જાહેર કરવામાં આવી છે જેમાં વડાપ્રધાન મોદીની અસ્થાયી સંપતિમાં વધારો થયો છે. મોદીએ 2021ના માર્ચના અંતે રૂા. 1,97,68,885ની અસ્થાયી સંપતિ જાહેર કરી હતી. જે હવે વધીને રુા. 2,23,82504ની અસ્થાયી સંપતિ થઇ છે જેમાં બેંકની થાપણો, બેંક બેલેન્સ, નેશનલ સેવિંગ્સ સર્ટિફીકેટ,વિમા પોલીસી, જ્વેલરી અને રોકડનો સમાવેશ થાય છે. આ રીતે 2021-22માં વડાપ્રધાન મોદીની અસ્થાયી સંપતિમાં રૂા. 26.13 લાખનો વધારો થયો છે. પરંતુ સૌથી મહત્વનું આમ વડાપ્રધાનના નામે હવે કોઇ જમીન કે કોઇ આવાસ નથી. વડાપ્રધાન કાર્યાલયની વેબસાઈટ પર મુકાયેલી માહિતી મુજબ સ્થાયી સંપતિમાં ‘નીલ’ લખવામાં આવ્યું છે.

- Advertisement -

મોદી ગાંધીનગરમાં સર્વે નં. 401/એમાં અન્ય ત્રણ લોકો સાથે સંયુક્ત માલિક હતા જેમાં તેઓ પોતે હવે સંયુક્ત માલિક રહ્યા નથી અને તેમનો ભાગ તેઓએ ‘ડોનેટ’ કર્યો છે. અગાઉના ડેકરેલશન મુજબ વડાપ્રધાને સંયુક્ત રીતે આ મિલકત 25 ઓક્ટોબર, 2021ના રોજ મેળવી હતી જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તે સમયે આ મિલકત રૂા. 1,30,488 અને તેમાં અન્ય ખર્ચ સાથે રૂા, 2,47,208ની કિંમત દર્શાવી હતી પરંતુ હવે વડાપ્રધાનની આ મિલકત તેઓએ જેમાં તેમનો 25 ટકા હિસ્સો હતો તે દાન કરી દીધો છે. મોદીએ ગત વર્ષનાં ડેકલેરેશનમાં 3531.45 સ્કવેર ફૂટનો રેસીડેન્સીયલ પ્લોટ જે ગાંધીનગરમાં હતા. જેની માર્કેટ વેલ્યુ રૂા. 1.10 કરોડ દર્શાવાઈ હતી.

વડાપ્રધાન દ્વારા પોતાની મિલકત જાહેર કરાઈ છે તેમાં તેમની પાસે ગત વર્ષે રૂા. 36,900ની રોકડ હાથમાં હતી જે ઘટીને રૂા. 35,250 થઇ છે. વડાપ્રધાનનું બેન્ક બેલેન્સ રૂા. 46,555 રહ્યું છે જે ગત વર્ષે રૂા. 1,52,480 દર્શાવાયુ હતું. વડાપ્રધાનની બેન્ક એફડીમાં વધારો થયો છે. જેમાં ગત વર્ષે 1,83,66,966 દર્શાવાઈ હતી જે હવે રૂા, 2,10, 33, 226 દર્શાવાઈ છે. વડાપ્રધાને ગત વર્ષે એલ એન્ડ ટી ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડમાં રૂા, 20,000નું રોકાણ દર્શાવ્યું હતું પરંતુ હવે તેમના સંપત્તિના રિપોર્ટમાં આ રોકાણ દર્શાવાયું નથી. આ ઉપરાંત નેશનલ સેવીંગ સર્ટિફીકેટમાં વડાપ્રધાનનું રોકાણ રૂા. 9,05,105 દર્શાવાયું છે. વડાપ્રધાનની જીવન વિમા પોલીસીની રકમ રૂા, 1,89,305 દર્શાવાઈ છે.

- Advertisement -

વડાપ્રધાન પાસે 45 ગ્રામની સોનાની વીંટી જેની કિંમત રૂા. 1,73,063 દર્શાવાયો છે. વડાપ્રધાને તેમના જીવન સાથીની મિલકતોની કોલમમાં ‘નોટ નોન’ એટલે કે જાણ નહીં હોવાનું દર્શાવાયું છે. આ ઉપરાંત કેન્દ્રના 10 મંત્રીઓ રાજનાથસિંહ, આર.કે.સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, હરદીપસિંહ પુરી, જી. કિસન રેડ્ડી, જ્યોતિરાદિત્ય સિંધીયા, પરસોતમ રૂપાલા, વી. મુરલીધરનસ સહિતના મંત્રીઓની મિલકતો પણ પીએમઓની વેબસાઈટ પર મુકવામાં આવી છે પરંતુ કુલ 30 કેબીનેટ મંત્રીઓમાંથી ફક્ત 8 કેબીનેટ મંત્રીઓની મિલકતો જાહેર થઇ છે. જ્યારે રાજ્યકક્ષાના 45 મંત્રીમાંથી ફક્ત 2 મંત્રીઓની મિલકતો જાહેર થઇ છે. રાજનાથસિંહની મિલકત રૂા. 29.58 લાખ વધીને રૂા. 2.54 કરોડ થઇ છે, પરસોતમ રૂપાલાની કુલ મિલકત રૂા. 7.29 કરોડની દર્શાવાઈ છે જે રૂા. 1.42 કરોડનો વધારો દર્શાવે છે. જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાની મિલકતો રૂા. 35.63 કરોડ દર્શાવાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular