75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા રેલી દ્વારા જન જાગૃતિ અભિયાનના ભાગરૂપે ધ્રોલ શહેરની બી.એમ. પટેલ મા. તથા ઉ.મા. શાળા- વાંકિયામાં 27 ગુજરાત બટાલિયન એન.સી.સી. યુનિટ હેઠળના વિદ્યાર્થી, 104 એન.સી.સી. કેડેટો તથા એનસીસી એએનઓ કિરીટભાઈ પીઆઇ ભારાભાઈ બુચડ, સહયોગી ટ્રેનર પારસભાઈ અરણિયા તથા હિતેશભાઇ લીંબાસીયા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દ્વાર લોકોમાં દેશ ભાવના, રાષ્ટ્રપ્રેમ તથા જવાબદાર ભારતીય નાગરિક બને તે હેતુથી ધ્રોલના અલગ અલગ રસ્તાઓ પર ફેલગ માર્ચ અને નારા બોલીને આયોજન કર્યુ હતું.