ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા 4 P.G સબ્જેક્ટ શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી જેને પગલે ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સદસ્યો જામનગરની ડેન્ટલ કોલેજ ખાતે સરપ્રાઈઝ ઇન્સપેકશનમાં પહોંચ્યા હતા. જેમાં કોલેજમાં સ્ટાફ, સુવિધા, સારવાર માટે જરૂરી સાધનો સહિતના મુદા તપાસ્યા હતાં.
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં વર્ષ-2019 માં ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ઇન્સપેકશન બાદ પોસ્ટ ગ્રેજયુએશન શરૂ કરાયું હતું. કોલેજના બાકી ચાર વિભાગમાં પોસ્ટ ગ્રેજયુએશન શરૂ કરવા માંગણી કરાઈ હતી જેને લઈને જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના ચાર વિભાગમાં પોસ્ટ ગ્રેજયુએશન કોર્સ શરૂ કરવા ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના 8 તબીબો દ્વારા શુક્રવાર અને શનિવાર બે દિવસ ઇન્સપેકશન કરવામાં આવ્યું હતું. જેમાં તબીબોની ટીમે કોલેજમાં ડોકટર સહિતનો સ્ટાફ પૂરતો છે કે કેમ, જરૂરી સુવિધા, સારવાર સહિતના સાધનો તેમજ અન્ય જરૂરી મુદાની ચકાસણી કરી હતી. જેનો રિપોર્ટ કાઉન્સીલને સોપવામાં આવ્યો હતો