મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા 15મી ઓગસ્ટ, 2022ના રોજ ઓખાથી મુંબઈ સેન્ટ્રલ અને 12મી ઓગસ્ટ, 2022ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઓખા સુધી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ની એક-એક ટ્રીપ ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09098 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ઓખાથી 15 ઓગસ્ટ, 2022ના રોજ સવારે 10.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 14.45 કલાકે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે સવારે 04.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેમજ ટ્રેન નંબર 09097 મુંબઈ સેન્ટ્રલ – ઓખા સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી 12મી ઓગસ્ટ, 2022ના રોજ સવારે 11.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 22.54 કલાકે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે વહેલી સવારે 03.35 કલાકે ઓખા પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં માર્ગમાં દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.
આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 20 કોચ હશે જેમાં 2 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન કોચ હશે. આ ટ્રેન ખાસ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09098 અને 09097 માં ટિકિટો નું રિઝર્વેશન 08.08.2022 ના રોજ તમામ કોમ્પ્યુટરાઈઝડ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઈટ પરથી શરૂ થશે.