ધ્રોલમાં જયોતિપાર્ક સોસાયટીમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને રૂા.29800 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. લાલપુરના સણોસરીમાં તીનપતિ રમતા સાત શખ્સોને 21860 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં અંધાશ્રમ આવાસમાંથી જૂગાર રમતા 10 મહિલાઓને પોલીસે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાંથી રૂા.10450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે જૂગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના જામવાડીમાંથી જૂગાર રમતા બે શખ્સોને સ્થાનિક પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરના ધુડશિયામાંથી તીનપતિ રમતા છ શખ્સોને રૂા.2850 ની રોકડ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રોલ ગામમાં જયોતિપાર્ક સોસાયટી વિસ્તારમાંથી તીનપતીનો જુગાર રમતાં રોહિત કમલેશ કાનાણી, નિતિન ઉર્ફે લાલો ગોવિંદ ભીમાણી, સાગર મનસુખ અકબરી, બેચર જીવા રાણીપા, હિતેશ વસ્તા સાઇજા, નાનજી ગાંડુ કાનાણી અને રમેશ ગંગારામ સંતોકી નામના સાત શખ્સોને સ્થાનીક પોલીસે રેઇડ દરમ્યાન રૂા.28,300ની રોકડ અને રૂા.1500ની કિંમતના ત્રણ મોબાઇલ સહિત કુલ રૂા.29,800ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં સ્ટ્રીટ લાઇટના અજવાણે જુગાર રમતાં કિશન નાથા કરમુર, ચનાડોસા કોડિયાતર, વિપુલ વિનોદ સાદરિયા, ભરત સવદાસ ખોડભાયા, હમીર સાજન કરગીયા, રમેશ ભીખા ડાંગર, સાવન અરસી ભીંભા નામના સાત શખ્સોને લાલપુર પોલીસે રૂા.21,860ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરના અંધાશ્રમ આવાસમાં બ્લોક નં.97માં ત્રીજે માળે જુગાર રમતાં 10 મહિલાઓને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.11,910ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જાહેરમાં જુગાર રમતાં અરજણ બાલુ પરમાર, રામદે પોપટ કડછા, રામદે ભીમા વદર અને બે મહિલા સહિત પાંચ શખ્સોને સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન રૂા.10,450ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
પાંચમો દરોડો, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાંથી જુગાર રમતાં રમણીક રતનશી વિરોજા અને સુરેશ ઉર્ફે સુર્યો મગન સગારકા નામના બે શખ્સોને જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન રૂા.4,430ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છઠો દરોડો, જામનગર તાલુકાના ધુડશીયા ગામમાંથી તીનપતીનો જુગાર રમતાં કમલેશ કારુ સિતાપરા, સવજી મોહન સિતાપરા, જીતેશ સવજી સિતાપરા, જગદિશ કારુ સિતાપરા, ધર્મેન્દ્ર વસરામ રાઠોડ, રાહુલ કારુ સિતાપરા નામના છ શખ્સોને પંચ-એ પોલીસે રેઇડ દરમ્યાન રૂા.2,850ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.