Tuesday, January 7, 2025
Homeરાજ્યહાલારમાં બે દિવસ દરમિયાન વીજચેકીંગમાં 52.36 લાખની ગેરરીતિ ઝડપાઇ

હાલારમાં બે દિવસ દરમિયાન વીજચેકીંગમાં 52.36 લાખની ગેરરીતિ ઝડપાઇ

- Advertisement -

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરાની ટીમ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસના ચેકીંગ દરમિયાન કુલ 72 જોડાણો તપાસતા તે પૈકીના 10 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.52.36 લાખનો બીલો ફટકારવામાં આવ્યાં હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરાની ટીમ દ્વારા શુક્રવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા, દ્વારકા, વડત્રા અને ખંભાળિયામાં હોટલ, રેસ્ટોરંટોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુવાડિયામાં હોટલ ફૌજીમાં 3 લાખનું તથા ખોડિયાર હોટલમાં 4.5 લાખ તથા લીંબડી (રાણ) માં સુરેશભાઈ નડિયાપરામાં 2 લાખ અને હર્ષદપુરમાં અબુભાઈને ત્યાંથી 2 લાખ તેમજ નાવદ્રાની પ્રભાત હોટલમાં 6.5 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. આમ શુક્રવારે કુલ 7 ટીમો દ્વારા 22 જુવેનાઈલ પોલીસના બંદોબસ્ત સાથે 37 જોડાણો તપાસતા તે પૈકીના 7 માં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.29.16 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. આ પહેલાં ગુરૂવારે 7 ટીમો દ્વારા 22 જુવેનાઈલ પોલીસના બંદોબસ્ત સાથે 35 જોડાણો તપાસતા તે પૈકીનો જામનગરમાં સાગરભાઈ ચાવડાને 16 લાખનું બીલ, વડાલિયા સિંહણ નજીક કુબેર હોટલમાં 6 લાખનું બીલ, વસઈમાં હોટલ શિવલહેરીમાં 1.20 લાખની ગેરરીતિ મળી આવી હતી. આમ જુવેનાઈલની ટીમ દ્વારા 3 સ્થળોએ ગેરરીતિ ઝડપાતા રૂા.23.20 લાખના બીલ ફટકારવામાં આવ્યાં હતાં.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરાની ટીમો દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસ દરમિયાન સ્પેશિયલ ચેકીંગ અંતર્ગત 72 જોડાણો તપાસતા તે પૈકીના 10 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.52.36 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular