આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષની સાથે-સાથે કોંગ્રેસ સહિતના પક્ષો પણ ચૂંટણીની તૈયારીમાં લાગી ચૂકયા છે. આજરોજ જામનગર લોકસભા વિસ્તારના ઓર્બ્ઝવર એવા રાજસ્થાન સરકારના ગૃહમંત્રી રાજેન્દ્ર યાદવ તથા રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય જગદીશચંદ્રા જામનગરની મુલાકાતે આવ્યા હતા અને કોંગ્રેસના હોદેદારો કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા રાજસ્થાન સરકારના મંત્રી રઘુ શર્માને પ્રભારી તરીકેનો કાળભાર સોંપવામાં આવ્યા હતો. રાજસ્થાન સરકારના ગૃહમંત્રી રાજેન્દ્ર યાદવ તથા રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યો જગદીશચંદ્રા આજરોજ જામનગરની મુલાકાતે આવ્યા હતા. આ તકે આ બન્ને અગ્રણીઓએ દરેક વિધાનસભાના કાર્યકરો ટેકેદારો, આગેવાનો, ધારાસભ્યો, તાલુકા જિલ્લા કોંગ્રેસ હોદેદારો સહિત ચૂંટાયેલા પાંખના તમામ સદસ્યો સહિત કાર્યકરોને સાંભળ્યા હતા અને આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડિયા, ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, જામનગર મહિલા કોંગ્રેસના રંજનબેન ગજેરા, પ્રદિપસિંહ વાળા સહિતના કોંગ્રેસના હોદેદારો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.