Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમોંઘુ પેટ્રોલ મોંઘુ ડીઝલ આ છે GST નો ખેલ

મોંઘુ પેટ્રોલ મોંઘુ ડીઝલ આ છે GST નો ખેલ

- Advertisement -

દેશભરમાં વધતી જતી મોંઘવારીને લઇ કોંગ્રેસ દ્વારા આજરોજ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે ગોકુલનગર જકાતનાકા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી હોદ્દેદારો-કાર્યકરોની અટકાયત કરી હતી.
દેશમાં મોંઘવારી વધતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. મોંઘવારીની સાથે સાથે બેરોજગારીને કારણે યુવાનોમાં નારાજગી છવાઇ છે. એવામાં તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગરબા રમવા ઉપર પણ જીએસટી લાદયો હોય જેનો વિરોધ વંટોળ ઉભો થયો છે. ત્યારે આજરોજ જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી, દૂધ, લોટ અને ગરબા રમવા ઉપર જીએસટી સહિતના વિવિધ મુદ્દાઓને લઇ ગોકુલનગર સર્કલ જકાતનાકા આશાપુરા હોટલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

- Advertisement -

કોંગ્રેસ દ્વારા આજરોજ સમગ્ર દેશમાં મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શનનું એલાન કરાયું હતું. દિલ્હી ખાતે પણ પીએમ નિવાસનો ઘેરાવ સહિતના આક્રમક કાર્યક્રમો આપવામાં આવ્યા છે. જેના ભાગરુપે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું.કોંગ્રેસના હોદ્દેદારો-કાર્યકરો દ્વારા ‘મોંઘુ પેટ્રોલ, મોંઘુ ડિઝલ આ છે જીએસટીનો ખેલ’ જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, રંજનબેન ગજેરા, મહમદ અબરાર ગજીયા, સુભાષભાઇ ગુજરાતી સહિતના કોંગ્રેસના હોદ્ેદારો, કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular