Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયનેશનલ એન્ટી ડોપિંગ બિલ સંસદમાં પાસ

નેશનલ એન્ટી ડોપિંગ બિલ સંસદમાં પાસ

લોકસભામાં પાસ થયા બાદ રાજયસભામાં પણ ધ્વનિમતથી બિલ પાસ થયું

રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ, 2021 જે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી અને રાષ્ટ્રીય ડોપિંગ પરીક્ષણ પ્રયોગશાળાની કામગીરીને કાયદેસર બનાવશે, રાજ્યસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. બંને ગૃહો દ્વારા બિલ પાસ થયા બાદ હવે તેમાં ડોપિંગ વિરોધી વિષય પર સંયુક્ત રાષ્ટ્રની સંધિ પણ કામ કરશે. તમને જણાવી દઈએ કે આ બિલ લોકસભા દ્વારા ગયા બુધવારે જ પસાર કરવામાં આવ્યું હતું.

- Advertisement -

લોકસભામાં બિલ પરની ચર્ચાના જવાબમાં કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કેરાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ રમતને મદદ કરશે અને ખેલાડીઓનો આત્મ વિશ્ર્વાસ વધારશે. આ સાથે આત્મનિર્ભર ભારતને પણ તાકાત મળશે.

રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ, 2022 રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ અનુરાગ ઠાકુરે રમતગમત અને યુવા બાબતોના મંત્રી તરીકે રજૂ કરેલું પહેલું બિલ છે. ખરડા પરની ચર્ચાના જવાબમાં રમતગમત મંત્રીએ કહ્યું કે હાલમાં ભારત વર્ષમાં માત્ર 6,000 ટેસ્ટ જ કરી શકે છે અને પ્રસ્તાવિત કાયદો પરીક્ષણ ક્ષમતાને નોંધપાત્ર રીતે વધારવામાં મદદ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular