Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત હેરિટેજ વોક

આવતીકાલે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત હેરિટેજ વોક

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે તિરંગા સાથેના હેરિટેજ વોકનું આયોજન તારીખ 4ના સવારે 7 થી 8:30 સુધી યોજાશે. આ કાર્યક્રમની શરૂઆત ખંભાળિયા ગેટ થી કરવામાં આવશે ત્યાંથી પસાર થઈ ભુજીયો કોઠો ત્યારબાદ લાખોટા તળાવના ગેટ નંબર 8થી પસાર થઈ જામરણજીતસિંહજીની પ્રતિમાને ફુલહાર વિધી કરી હફસવજ્ઞફિં હફસય ના મ્યુઝિયમ પાસેથી પસાર થઈ ગેટ નંબર 6થી બહાર નીકળી માંડવી ટાવર થઈ દરબારગઢ ખાતે પહોંચશે.

- Advertisement -

આ હેરિટેજ વોકમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ધાર્મિક, સામાજિક, સંસ્થાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળાઓ જિલ્લા શિક્ષણાધિકારી હસ્તકની શાળાઓ ના બાળકો શિક્ષકો જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ કર્મચારીઓ જોડાશે તથા આ કાર્યક્રમમાં શહેરની વિવિધ ગૠઘ, ઝિીતિ,ં ફેકટરી ઓનર્સ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ,વેપારી સંગઠનોને જોડાવા માટે જામ્યુકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular