રાજકોટનાં અમીન માર્ગ પર લૂંટારૂ ગેંગ અને પોલીસ વચ્ચે ગત રાત્રે ત્રણ વાગ્યે અથડામણ થયુ હતું જેમા સામે સામે બે રાઉન્ડ ફાયરિંગ કરાતા PSI ધર્મેશ ખેર ઇજાગ્રસ્ત થવાથી સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં મંગળવારે મધ્યરાત્રીના અમીન માર્ગ પર આવેલ ચિત્રકૂટધામ સોસાયટી શેરી નં.૨માં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં વિજય પટેલના ફ્લેટમાં પાંચ લૂંટારૂની ગેંગ હથિયાર સાથે ત્રાટકી હોવાની જાણ થતાં SOG ઘટના સ્થળે પહોચી ગઈ હતી જ્યાં SOG અને લુટારુઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં સામસામા ફાયરિંગમાં SOG ના PSI ડી.બી.ખેર ઘાયલ થવાથી પોલીસકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા રાજકોટમાં લૂંટારું અને પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગની ઘટના બનતા શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતો.