Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર જીલ્લામાં 9 જુગાર દરોડામાં 2 મહિલા સહીત 36 શખ્સો ઝડપાયા

જામનગર શહેર જીલ્લામાં 9 જુગાર દરોડામાં 2 મહિલા સહીત 36 શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર શહેર જીલ્લામાં પોલીસે 9 જુગાર દરોડામાં 2 મહિલા સહીત 36 શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ,

  • પ્રથમ દરોડો જામનગર શહેરના શરુસેકશન રોડ ઉપર એક મહિલાના ઘરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન દીપેશ ઉર્ફે દીપક પ્રાગજી મંગે, મુસ્તાક સલીમ રફાઈ, અકબર અબ્બાસ ખફી,ગુલામ હુશેનહાજી ખફી તથા બે મહિલા સહીત 6 શખ્સોને રૂ.36,850ની રોકડ તથા 25,500ની કિમંતના 6 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 62,350નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • બીજો દરોડો, જામજોધપુરના તરસાઇ ગામમાં સતવારા ગરબી ચોક પાસે આવેલ ખુલ્લા પટમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હેમરાજ કાનજી વાઢેર, મનસુખ કચરાભાઈ સાપરિયા, અરવિંદ મગન રીમ્બડીયા, અમૃત કેશવ ફળદુ, વિનોદ જેરામ ભલસોડ સહીત પાંચ શખ્સોને ગંજીપના અને રૂ10,210ની રોકડ સાથે ઝડપી લઇ નોટીસ આપી હતી.
  • ત્રીજો દરોડો, જામનગરના ગોકુલનગર પાણાખાણ શેરી નં 4માં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન બાલાભાઈ ઉકાભાઈ સરવૈયા, લગધીર ભીમા ચૌહાણ નામના 2 શખ્સોને રૂ 10,470ની રોકડ સાથે આંતરી લઇ નાશી ગયેલા રાજુ પુંજા આહીર તથા રાજુ આહીર નામના બે શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
  • ચોથો દરોડો, જામજોધપુરના શેઠવડાળામાં બુટાવદર ગામની સોસાઈટીમાં ડંકીવાળા ચોકમાં તીનપતી નો જુગાર રમાતો હોય પોલીસે રેઇડ દરમ્યાન નરેશ જીકા મકવાણા, સુરેશ મેઘજી મકવાણા નામના 2 શખ્સોને રૂ. 1110ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા રણજીત વાલા મકવાણા, અશ્વિન દાના મકવાણા તથા દલા મેપા મકવાણા નામના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
  • પાંચમો દરોડો , વિજરખી ગામમાં રામ મંદિર પાસે જાહેરમાં તીનપતી નો જુગાર રમાતો હોય પોલીસે રેઇડ દરમ્યાન ભરત કમા શીયાર, પોલાભાઈ ચનાભાઈ શીયાર, મનસુખ જેસંગ લોખીલ, પ્રભાત જેસંગ લોખીલ, રાજેશ કેશુ વીરડા,અજીત કાના લોખીલ, વિજય હરી મકવાણા નામના સાત શખ્સોને રૂ. 4460 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • છઠોદરોડો, દરેડ મસીતીયા રોડ ઇન્દિરા આવાસ શેરી નંબર 3માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન પ્રકાશગીરી મનસુખગીરી ગોસ્વામી, ધીરા માંડા સિંધવ, સનોજ ગોરખનાથ ચૌધરી, ભીખુગીરી મનસુખગીરી ગોસ્વામી, સવજી ભાદા ટોયટા નામના પાંચ શખ્સોને રૂ. 15,210 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • સાતમો દરોડો, જામનગર શહેરમાં લીમડા લાઈનમાં જેમ્સ કપડાના શોરૂમ પાસેથી પોલીસેરાજુ હાસાનંદ પરસરામાણીને જાહેરમાં મેચના રનફેરનો જુગારરમતો ઝડપી લઇ રૂ. 2100ની રોકડ તથા 5000ની કિમંતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને મયુરસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી હતી.
  • આઠમો દરોડો , લાલપુરમાંથી પોલીસેઉમર અલીસા રફાઈનામના શખ્સને રૂ 1055ની રોકડસાથે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જુગાર રમતો ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular