Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : કોંગી નેતા અધિરંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ અંગે અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં...

Video : કોંગી નેતા અધિરંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ અંગે અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં જામનગર ભાજપા દ્વારા ધરણાં

- Advertisement -

કોંગ્રેસ નેતા અધિરંજન ચૌધરી દ્વારા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને લઇ અપમાનજનક ટીપ્પણી કરતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં વિરોધ છવાયો છે. અધિરંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અંગે રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની શબ્દ પ્રયોગ કરતાં ભાજપા ના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

જામનગર શહેર ભાજપા દ્વારા પણ આજરોજ લાલબંગલા સર્કલ ખાતે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા), શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા,કોર્પોરેટરો ધિરેનભાઇ મનાણી, કિષ્નાબેન સોઢા, ગોપાલભાઇ સોરઠીયા, કેશુભાઇ માડમ, ભાજપા અગ્રણી વસંત ગોરી, જીતુભાઇ લાલ, મિતપાલસિંહ રાયજાદા, અરવિદંભાઇ સભાયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દાસાણી સહિતના ભાજપના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular