Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતલઠ્ઠાકાંડ : 8 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

લઠ્ઠાકાંડ : 8 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

બે ડીવાયએસપી, બે પીઆઇ, બે પીએસઆઇ સામે કડક કાર્યવાહી : બોટાદના એસપી કરણરાજ વાઘેલાની બદલી : લઠ્ઠાકાંડનો મોતનો આંકડો 57 થયો

- Advertisement -

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. જે બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમા બોટાદના એસપી કરણરાજ વાઘેલાની બદલી કરવામાં આવી છે, જયારે બોટાદાના ડીવાયએસપી એસ.કે. ત્રિવેદી, ધોળકાના ડીવાયએસપી એન.વી. પટેલ, ધંધુકાના પીઆઇ કે.પી. જાડેજા, સીપીઆઇ સુરેશ ચૌધરી, બરવાળા પીએસઆઇ બી.જી. વાળા, રાણપુર પીએસઆઇ શૈલેન્દ્રસિંહ દોલુભા રાણા સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

- Advertisement -

25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થયો હતો ને 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક 55 હતો. જ્યારે ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.

બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ જઈંઝ ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો હતો. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજીતરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, હજુ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે. ઝેરી દારૂ પી જવાથી બરવાળામાં મોતનો સિલસિલો શરૂ થતા જ પોલીસ પણ એક્શનમાં આવી હતી. બીજીતરફ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે અને કેટલાકને અમદાવાદમાં દાખલ કરાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular