જામનગર વાલસુરાના કમાન્ડ અધિકારી તરીકેનો પદભાર કમોડોર જે એસ ધનોઆ એ સંભાળ્યો હતો. કોમોડોર જે.એસ. ધનોઆએ જામનગર ખાતે 23 જુલાઇના રોજ યોજાયેલી ઔપચારિક પરેડમાં કોમોડોર ગૌતમ મારવાહ, વીએસએમ પાસેથી ભારતીય નૌકાદળની અગ્રણી વિદ્યુત તાલીમ સંસ્થા INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસરની ફરજો સંભાળી હતી. કોમોડોર ગૌતમ મારવાહાએ 24 મે 2021 થી INS વાલસુરાની કમાન સંભાળી હતી અને 25 માર્ચ 2022 ના રોજ તેમના કાર્યકાળ દરમિયાન યુનિટને રાષ્ટ્રપતિ કલર એનાયત કરવામાં આવ્યો હતો.
કોમોડોર જે.એસ. ધનોઆ, નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ કોલેજ ઑફ એન્જિનિયરિંગ, લોનાવલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ 01 જુલાઇ 1993ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન્ડ થયા હતા અને તેમણે ગંગા, બ્રહ્મપુત્રા અને તલવાર નામના ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોમાં સેવા આપી છે. યુકેની કેનફિલ્ડ યુનિવર્સિટી દ્વારા અંડરવોટર એકોસ્ટિક કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં તેમને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે WESEE, INA અને નેવલ ડોકયાર્ડ (મુંબઈ) ખાતે વિવિધ સ્ટાફની નિમણૂંક કરી છે. તેઓ ભારતીય દૂતાવાસ, જકાર્તા ઇન્ડોનેશિયા ખાતે સંરક્ષણ એટેચ તરીકે સેવા આપવાનું ગૌરવ ધરાવે છે. કોમોડોર એપ્લાઇડ રિસર્ચ માટે વીકે જૈન ગોલ્ડ મેડલ મેળવનાર છે