લાલપુર તાલુકાના ગોવાણા ગમે માતાના ઠપકાનું મનમાં લાગી આવતા ૧૯ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમાં રહેતી ચેતનાબેન બચુભાઈ નનેરા (ઉ.વ. 19) નામની યુવતીને તેણીની માતા એ કહ્યું હતું કે તું મોડી ઉઠસ સવારે વહેલી ઉઠ તો ઢોર ઢાંખરનું કામ કરીલે તો વાડીનું બીજું કામ થાય એવો ઠપકો આપ્યો હતો. જેનું યુવતીને મનમાં લાગી આવતા શનિવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે હીરાભાઈ નનેરા દ્વારા જાણ કરાતા હે.કો. ટી.બી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.